મોસમ મેરેજોની છે. લગ્નો થઈ રહ્યાં છે, સગાઈઓ થઈ રહી છે અને લગ્નો માટે ચોકઠાં પણ ગોઠવાઈ રહ્યાં છે !
એક જમાનામાં કન્યાઓના વિવિધ પ્રકારો હતા જેમકે ગજગામિની, પદ્મિની, હસ્તિની… વગેરે પણ આજના ડિજિટલ યુગમાં પ્રકારો બદલાઈ ગયા છે…
***
(1) રીડ ઓન્લી મેમરી કન્યાઓ
આ પ્રકારની છોકરી તમારી સાથે હોય ત્યાં સુધી ઓકે છે, પણ બીજા બોયફ્રેન્ડ પાસે જાય કે તરત તમારી મેમરી ઈરેઝ થઈ જાય છે.
***
(2) સ્ક્રીન સેવર કન્યાઓ
આ પ્રકારની કન્યાઓ ફોટામાં જ સુંદર લાગે છે. કેમકે સત્તર જાતનાં ફિલ્ટર લાગેલાં છે. જેવું ફિલ્ટર દૂર જાય કે તરત આધારકાર્ડ જેવું સ્વરૂપ જોવા મળે છે.
***
(3) હાર્ડ-ડિસ્ક કન્યાઓ
આ છોકરીઓ બધું જ યાદ રાખે છે. તમારી બર્થ-ડેટ, તમારાં પ્રોમિસ, તમારી સેલેરી, તમારી કોમેન્ટો, તમારા ફોનમાં બીજા કોન્ટેક્ટ્સ અને તમે ફેંકેલા બણગાં પણ !
***
(4) મલ્ટિ-મિડીયા કન્યાઓ
આ કન્યાઓ પોતાનું પ્રેઝન્ટેશન એટલું જોરદાર કરે છે કે બધું જ આકર્ષક લાગે છે. આમાં ને આમાં તમે પરચેઝ ઓપ્શનમાં જઈને ખરચા કરી બેસો છો.
***
(5) એપ કન્યાઓ
દેખાવે અને સ્વભાવે તો સાવ ફ્રી લાગે છે. ફટાફટ ડાઉનલોડ પણ થઈ જાય છે. પણ પછી ખબર પડે કે અમુક ફંકશનો જ કામનાં છે. ઉપરથી વારંવાર અપ-ડેટ માગ્યા કરે છે. આમાં ને આમાં તમારો ડેટા વપરાતો રહે છે.
***
(6) સોશિયલ મિડીયા કન્યાઓ
વારંવાર ‘લાઇક’ કરવી પડે છે, ‘કોમેન્ટો’ પણ સારી જ આપવી પડે છે, ‘શેર’ કરો તો ચીડાઈ જાય છે ! અને હા, હંમેશ માટે ‘સબ-સ્ક્રાઈબ’ કરી શકાતી નથી ! છતાં તમારે એના ‘ફોલોઅર’ તો રહેવું જ પડે છે.
***
(7) વાયરસ કન્યાઓ
એકવાર તમારી સિસ્ટમમાં દાખલ થાય પછી તમને સંપૂર્ણપણે ‘હેક’ કરી નાંખે છે. આ વાયરસને તમે દૂર પણ કરી શકતા નથી કેમકે આને ‘પત્ની’ કહેવામાં આવે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment