જી હા ! 2023માં અમુક ઘટનાઓ એવી બની છે જેના વિશે સાંભળ્યા પછી આપણે ‘હેં ?’ સિવાય બીજું કૈઈ કહેવાની હાલતમાં જ નહોતા ! યાદ કરો…
***
પોતાને PMOનો અધિકારી જણાવતો મહાઠગ કિરણ પટેલ કાશ્મીરના સરકારી ગેસ્ટહાઉસમાં રહીને જમીનોના સોદા કરાવતો હતો...
- હેં ?
***
એ પછી તો ઘણું ચાલ્યું...
- આખેઆખું નકલી ટોલ-ટેક્સ નાકું પકડાયું જે બે વરસથી ચાલતું હતું... હેં ?
- પંચમહાલમાં આખેઆખી સરકારી ઓફિસ હતી જ્યાં 18 કરોડ મંજુર થઈ ગયા... હેં ?
- અને એક અધિકારીએ ઉત્તર ગુજરાતમાં કરોડો રૂપિયાની ગોચર જમીન ખાનગી ડેવલપરોને નામે કરી દીધી હતી... હેં ?
***
સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે કોર્ટમાં જજ સાહેબોએ સમયસર મંચ ઉપર આવી જવું, અને કોર્ટનો સમય પતે એ પહેલાં જતાં નહીં રહેવાનું !
હેં ? મતલબ કે આટલા વરસો સુધી ધૂપ્પલ જ ચાલતી હતી ? હેં ?!
***
નેશનલ કુશ્તી ફેડરેશનની ઓફિસ હાલમાં જ પેલા કુખ્યાત બ્રિજભૂષણ સિંહના ઘરેથી બીજે ખસેડવામાં આવી...
હેં ? મતલબ આટલા વખતથી આખો વહીવટ એના ‘ઘરેથી’ ચાલતો હતો ? હેં !?
***
ઇન્ટરનેશનલ હંગર ઇન્ડેક્સમાં ભારત કરતાં પાકિસ્તાનમાં ઓછો ભૂખમરો બતાડ્યો છે !
હેં ? તો લોટની લૂંટફાટ કરતી પબ્લિકના વિડીયો શું ડીપ-ફેક હતા ? અને શું ભારતના 80 કરોડ લોકોને અનાજને બદલે રેતી આપે છે ?
***
જોકે ‘હેં ?’ મોમેન્ટ્સમાં આ બે બેસ્ટ હતા :
(1) રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આપ કો ઠંડ ઇસલિયે લગતી હૈ કિ આપ ઠંડ સે ડરતે હો !’ (હેં ? રિયલી...?)
(2) મોદીજીએ કહ્યું કે દેશમાં ચાર જ જાતિ છે. યુવા, ગરીબ, કિસાન અને મહિલા !
(હેં ? મતલબ કે જે મધ્યમવયના કરોડો નોન-ગરીબ, નોન-કિસાન પુરુષો છે એમની કોઈ જાતિમાં ગણના જ નહીં ? હેંએએં ?!)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment