‘ડમ્બ જોક્સ’ એટલે કે બુધ્ધુઓની જોક્સના બાદશાહો એવા સન્તા-બન્તા ઘણા વખતથી સોશિયલ મિડીયામાંથી ગાયબ છે. તો ચાલો, આજે સન્તા-બનતાની થોડી નવી, થોડી જુની, એવી ક્લાસિક જોક્સને માણીએ…
***
સન્તા : ‘અરે, બન્તા, આ માથા ઉપરથી વાળ કેમ આટલા ટુંકા કરાવી નાંખ્યાં?’
બન્તા : ‘એ બિચારા પાસે છૂટા પૈસા નહોતા. તો મેં કીધું, ઠીક છે 50 રૂપિયાના બીજા કાપી નાંખ.’
***
રાત્રે સન્તા બન્તાનાં ઘરમાં લાઈટ જતી રહી. થોડો બફારો થવા લાગ્યો એટલે સન્તાએ કહ્યું :
‘યાર, પંખો ચાલુ કર ને.’
બન્તા : ‘ફરી અક્કલ વિનાની વાત કરી ને ? પંખો ચાલુ કરીશું તો આ મીણબત્તી હોલવાઈ જશે ! ’
***
સન્તાએ બન્તાને ફોન લગાડ્યો. ફોનમાંથી અવાજ આવ્યો : ‘આપ જેની સાથે વાત કરવા માગો છો તે અન્ય કોલ ઉપર વ્યસ્ત છે...’
સન્તા : ‘ઠીક છે બહેન, એ ફ્રી થાય તો એને કહી દેજોને, કે સન્તાનો ફોન હતો.’
***
બન્તા રીક્ષા ચલાવતો હતો. એક ભાઈએ આવીને પૂછ્યું :
‘લાલ બંગલાના કેટલા રૂપિયા થશે ?’
બન્તા : ‘ભાઈ હું તો રીક્ષા ચલાવું છું. લાલ બંગલાનું તો તમારે કોઈ પ્રોપર્ટી ડિલરને પૂછવું પડે !’
***
સન્તા મોડી રાત્રે રેલ્વે સ્ટેશનથી ચાલતો ચાલતો ઘરે જતો હતો. ત્યાં બન્તા રીક્ષા લઈને આવ્યો. તેણે કહ્યું :
‘ભાઈ, તને લિફ્ટ જોઈએ છે ?’
સન્તા : ‘ના રે, હું તો ગ્રાઉન્ડ ફ્લોર પર રહું છું !’
***
સન્તાએ બન્તાને ફોન કર્યો.
સન્તા : ‘ઓયે બન્તા, મેં તને ભૂલથી ફોનમાં 100 રૂપિયા મોકલી દીધા ! મને પાછા મોકલ.’
બન્તા : ‘પણ મારા ફોનમાં તો 80 રૂપિયા જ બેલેન્સ બતાડે છે.’
સન્તા : ‘ઊભો રહે, હું તને બીજા 20 રૂપિયા મોકલું છું !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment