એવી માન્યતા છે કે ક્રિસમસની રાતે સાન્તાક્લોઝ આવે છે અને જેણે જે ચીજની ઇચ્છા રાખી હોય તે ચીજ ગિફ્ટમાં આપી જાય છે !
એ હિસાબે આ વખતે કોણ કઈ ગિફ્ટની ઇચ્છા રાખતું હશે ? એક કલ્પના…
***
કંગના રાણાવત
સુપરહિટ થઈ શકે એવી આવનારી એક ફિલ્મમાં એક મેઇન રોલ...
અથવા લોકસભાની ટિકીટ !
***
અક્ષય કુમાર
સુપરહિટ થઈ શકે એવી આવનારી એક ફિલ્મમાં... એક મિનિટ, છેલ્લાં ત્રણ વરસથી એક જ વિશ રિપિટ નથી થઈ રહી ?
- તો પછી, રાજ્યસભાની ટિકીટ ?
***
સુહાના ખાન, ખુશી કપૂર
સુપરહિટ થઈ શકે એવી આવનારી એક ફિલ્મમાં....
ના ના, સોરી સોરી... માત્ર બે સારા રિવ્યુ, પ્લીઝ ?
***
કરણ જોહર, ઝોયા અખ્તર
અમને કંઈ નથી જોઈતું ! પણ ડિયર સાન્તા, આ સ્ટાર્સનાં બચ્ચાંઓને થોડીક તો એક્ટિંગની ટેલેન્ટ આપો ?
***
વિવેક રંજન અગ્નિહોત્રી
1984ની તો મળી ગઈ છે પણ જો પોસિબલ હોય તો 1962ની એકાદ બે ‘ફાઇલ્સ’ ગિફ્ટમાં મળી જાય તો...!
- પછી પદ્મશ્રી વાળું તો જોયું જશે !
***
વિવેક ઓબેરોય
મેં દાઢી વધારવાનું ચાલુ કરી દીધું છે. બોડી પણ બનાવવા માંડી છે. બસ, એકવાર સંદીપ રેડ્ડી વાંગાની નજર મારી ઉપર પડી જાય... પછી કોઈપણ ‘એનિમલ’ બનાવી દો ! મંજૂર છે !
***
રણવીર સિંહ
બીજું કંઈ નહીં, બસ, મારી વાઈફના વોર્ડરોબની એક ડુપ્લિકેટ ચાવી મળી જાય !
***
રજનીકાન્ત
ડિયર સાન્તા ! હમ કો છોડો... તુમ કો ક્યા મંગતા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment