વિશ્વગુરુ - કપ ભારતનો જ છે !

ભલે ભારતને ક્રિકેટનો વર્લ્ડ-કપ ના મળ્યો, પરંતુ વર્લ્ડ ‘વિશ્ર્વગુરુ-કપ’ તો ભારતનો જ છે! કઈ રીતે? જુઓ…

*** 

અફઘાનિસ્તાન જેવી સામાન્ય ગણાતી ટીમે વર્લ્ડની બેસ્ટ નવ ટીમોમાંથી ચાર ટીમને હરાવી દીધી !

આ પ્રેરણા કોની?

*** 

અરે, નેધરલેન્ડ, જેને સૌ સાવ નબળી ટીમ માનતા હતા તેણે બાંગ્લાદેશને તો ઠીક, સાઉથ આફ્રિકા જેવી જાયન્ટ ટીમને પણ હરાવી દીધી !

- આ પ્રેરણા કોની?

*** 
અને હલો, શ્રીલંકાની ઢચૂપચૂ લાગતી ટીમે પાકિસ્તાન સામે 344 રન ઠોકી દીધા !

- પ્રેરણા કોની?

*** 
છતાં એક મિનિટ, પાકિસ્તાને કચકચાવીને 345 ઠોકીને જીત હાસિલ કરી જ ને?

- બોલો, આ પ્રેરણા કોની?

*** 
યાદ કરો, અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની 91 રનમાં સાત વિકેટો પડી ગઈ હતી... પછી મેક્સવેલે એકલે હાથે (અને લંગડાતા પગે) 201ની રેકોર્ડ ડબલ સેન્ચુરી કરીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી !

- આમાં પ્રેરણા કોની?

*** 

એ તો ઠીક, યુધ્ધમાં સામેનો સૈનિક ઘાયલ હોય તો એની ઉપર મૃત્યુનો વાર ના કરાય એવો બોધ આપીને અફઘાનિસ્તાની બોલરોએ લંગડાતા મેક્સવેલને એક પણ ડગલું ભર્યા વિના ચોગ્ગા છગ્ગા મારવાના સહેલા બોલ આપે રાખ્યા !

- બોલો, આમાં પ્રેરણા કોની?

*** 

હજી બાકી છે... દક્ષિણ આફ્રિકાની નવ વિકેટો લઈ લેવા છતાં પાકિસ્તાન કોની વિકેટ ના લઈ શક્યું? ‘કેશવ...મહારાજ’ની !

- બોલો, પ્રેરણા કોની?

*** 

અને ફાઇનલમાં ભારતીય ટીમ હારી પછી, આપણને સૌને ‘ગીતાજ્ઞાન’ કરાવ્યું કે ‘તુમ ક્યા લેકર આયે થે જો તુમ ને ખો દિયા?’

- હવે આ પ્રેરણા કોની?

*** 

ઓ હલો, જો તમે એમ માનતા હો કે આ પ્રેરણાઓ પાછળ મેચ ફિક્સરો હતા...? તો તમારી ભૂલ થાય છે! પ્રેરણા આપનાર તો ભારતના વિષ્વગુરૂઓ હતા !

- 'જય' હો!

***

- મન્નુ શેખચલ્લી

Comments