એપલના આઈ-ફોનમાં એલર્ટ જાસૂસ ?

એપલ કંપનીના આઈ-ફોન ધરાવતા અનેક વિરોધપક્ષના નેતાઓને કંપની તરફથી એલર્ટ મેસેજ મળ્યો કે ‘સ્ટેટ સ્પોન્સર્ડ એટેક કરનારાઓ તમારા આઈ-ફોનને ટાર્ગેટ કરી શકે છે !’

આમાં હોબાળો તો મચી જ ગયો છે પણ અમને વિચાર આવે છે કે…

*** 

સ્ટેટ એટલે કે સરકાર આવું બધું પણ ‘સ્પોન્સર’ કરે છે? ફક્ત વિધાનસભ્યોની ખરીદારી નહીં?

*** 

જોકે પછીથી એપલ કંપનીએ ખુલાસા કર્યો કે ‘અમે આવો કોઈ મેસેજ નથી મોકલ્યો !’

- ઓત્તારી ! એનો મતલબ તો એ થયો કે ખુદ ‘એપલ’ની સિસ્ટમ હેક થઈ ગઈ છે !
હવે એની સ્પોન્સરશીપ કોણે કરી છે?

*** 

અને જો એપલ કંપનીની સિસ્ટમ જ હેક થઈ જતી હોય તો ભરોસો કોના ઉપર કરવો?

- સ્ટેટ સ્પોન્સર્ડ BSNLનાં ડબલાં ઉપર?
- કે પછી હવે કબૂતરો વડે મેસેજો મોકલવાના?

*** 

કહે છે કે માત્ર વિરોધપક્ષના નેતાઓને જ આ મેસેજ ગયો છે!
એ હિસાબે તો જરૂર કહી શકાય કે… APPLE = ED

*** 

ફક્ત વિરોધપક્ષના ફોન હેક થતા હશે? તો ભાજપના નેતાઓનું શું? એ બાબતે અમુક ભાજપી નેતાઓનું માનવું છે કે…

‘જાસૂસીની બાબતમાં અમારી પાર્ટી અંદરથી જ આત્મનિર્ભર છે! અહીં ચમચાઓની કમી જ ક્યાં છે?’

*** 

જોવાની વાત એ છે કે આ ઘટનાના એક જ દિવસ પહેલાં ડાર્ક વેબ દ્વારા દેશના 81 કરોડ નાગરિકોનો ડેટા હેક થઈ ગયો છે એવા સમાચાર બહાર આવ્યા ત્યારે આ તમામ નેતાઓ ચૂપ હતા !

*** 

અને દર વરસે હેકરો દ્વારા લોકોના ફોન દ્વારા 60,000 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ જાય છે…

- એ બાબતે વિરોધપક્ષે કેટલો હોબાળો કર્યો છે?

***

- મન્નુ શેખચલ્લી

Comments