‘કોહલી અને KL રાહુલ બહુ ધીમું રમ્યા… સુર્યકુમારે ખોટો શોટ માર્યો… રોહિતે બોલિંગ ચેન્જ બરાબર ના કર્યા…’ એવાં બધાં કારણો તો ‘એકસ્પર્ટો’ આપે! બાકી આપણી જે પબ્લિક છે એની પાસે હારનાં અનોખાં કારણો છે ! જુઓ…
***
મેં મમ્મીને (કે અંકલને, કે ફલાણાને) કીધેલું કે સોફામાં જ્યાં બેઠા છો ત્યાં જ બેસી રહેજો! પણ એ સખણા ના રહ્યા !
***
મોદીસાહેબ જાતે આવ્યા ને? એટલે ! યાદ છે? ઇસરોનું ચંદ્રયાન-૨ પણ એમની હાજરીમાં જ તૂટી પડેલું !
***
આ ઓસ્ટ્રેલિયનોએ દગો કર્યો. એમણે ‘સ્ક્રીપ્ટ’ ફોલો જ ના કરી !
***
મેચ ગુજરાતમાં હતી ને? આપણું પેપર ‘લીક’ થઈને ઓસ્ટ્રેલિયાના હાથમાં આવી ગયેલું !
***
જુઓ ભઇ, સળંગ દસ મેચ શાનદાર રીતે રમનારી ટીમ અગિયારમી મેચ હારી જાય તો ફાયદો કોને થાય? સટ્ટો રમાડનારને જ ને?
***
સ્ટેડિયમનું જુનું નામ બરાબર હતું! આ નવા નામમાં જ...
***
એ તો, જે રીતે EVMના આક્ષેપો થાય છે એ રીતે ફિક્સીંગના આરોપો પણ ના થાય, એટલા માટે...
***
અને, બધામાં ‘મોદી હૈ તો મુમકીન હૈ’ એવું ના હોય !
***
એકચ્યુલી, અંદરની વાત એવી છે કે ભારત જીતે તો રીવરફ્રન્ટ ઉપર ટીમનો જે રોડ-શો થવાનો હતો એનો ટ્રાફિક સંભાળવાની અમદાવાદ પોલીસે ના પાડી દીધી હતી !
***
વાંક અંબાલાલનો છે. એમણે પહેલેથી ચોખ્ખું કહેવું જોઈએ ને?
***
અને હા, ગીતામાં કહ્યું જ છે કે...
‘જે થયું તે સારું થયું. જે થઇ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે. જે થશે તે પણ સારું જ હશે. તમારું શું ગયું જે તમે રડો છો? તમે શું સાથે લાવ્યા હતા જે તમે ખોઈ બેઠા છો? તમે શું પેદા કર્યું હતું જે નષ્ટ થઈ ગયું?’ વગેરે વગેરે...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment