તૂટેલા પુલની ગીતમાલા !

ગુજરાત સરકારને પોતે જ બાંધેલા પુલ નડી રહ્યા છે ! એમાં વળી મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યાની વરસી પણ આવી ગઈ…

*** 

તૂટી રહેલા પુલ સરકારનો પીછો છોડતા નથી એટલે બિચારા મંત્રીઓ ગાઈ રહ્યા છે:

પુલ હૈ કિ માનતા નહીં !
યે બદનામી, ક્યું હો રહી હૈ,
યે જાનતા હી નહીં !’

*** 

મોરબીનો પુલ તૂટ્યાની દુર્ઘટનાને વરસ થયું છતાં એના ગુનેગારોને સાચી સજા થઈ નથી. બિચારા મોરબીના લોકો ધૂંધવાઈ રહ્યા છે :

‘પુલ તોડનેવાલે
તુઝે દિલ ઢૂંઢ રહા હૈ!’

*** 

હવે તો મિડીયા પણ જાણે છે અને પ્રજા પણ માને છે કે :

શીશા હો યા પુલ હો...
તૂટ જાતા હૈ ! તૂટ જાતા હૈ !’

*** 

આખી બબાલમાં બિચાર સરકારી અધિકારીઓ સસ્પેન્ડ થાય છે! અને કોન્ટ્રાક્ટરોને કંઈ થતું નથી! એ લોકો ખભા ઉલાળીને ગાઈ રહ્યા છે :

‘પુલ તો હૈ પુલ,
ઇસ કા એતબાર ક્યા કીજે?
ગિર ગયા વો કિસી પે
ઇલાજ ક્યા કીજે?’

*** 
પુલ તૂટી પડ્યા પછી એના મટિરીયલની તપાસ થાય છે ! (જે રીતે ઘોડા નાસી ગયા પછી તબેલામાં પૂછપરછ થાય છે) અને દરેક તપાસમાં શું બહાર આવે છે?

‘યે પુલ હૈ મિલાવટ કા મારા
ઇસ પુલ કી બનાવટ ક્યા કહીએ?
માયુસ હૈં હમ, મનહૂસ હો તુમ
ઔર ઉસ પે યે ‘કમલમ’...
ક્યા કહીયે !’

*** 

એમાંય અમદાવાદના હાટકેશ્વરના પુલની તો વાત જ કંઈ ઔર છે! એ પુલ ચાલુ થાય એ પહેલાં જ એને બંધાવનારા ડરી ગયા:

‘ચુડી નહીં, યે મેરા પુલ હૈ
દેખો દેખો, તૂટે ના !’

*** 

માલમાં મિલાવટમાં, કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર અને કામમાં કમિશનની બલાથી બિચારી ભાજપ સરકારને માથાનો દુઃખાવો થઈ રહ્યો છે:

પુલ દિયા દર્દ લિયા !
કભી કમિશન કી દુહાઈ
કભી કમલમ્‌ કા ગિલા
પુલ દિયા દર્દ લિયા !’

***

- મન્નુ શેખચલ્લી

Comments