અમેરિકામાં વધુ એક શૂટ-આઉટમાં 22 નિર્દોષ નાગરિકો માર્યા ગયા. આની સાથે 2023ના વર્ષમાં ગન વડે મરનારાની સંખ્યા 35000 જેટલી થઈ ગઈ છે !
અમેરિકાની આવી વિચિત્ર ગન-પોલીસી માટે વન લાઇનર્સ નહીં, ‘ગન-લાઇનર્સ’ જ હોય!
***
9/11 પછી અમેરિકામાં આતંકવાદીઓ હુમલા કેમ નથી કરી રહ્યા?
કેમકે એ કામ તો અમેરિકનો જાતે જ કરી રહ્યા છે!
***
ઇઝરાયેલની સેના ગાઝામાં 3000 લોકોને મારી નાંખે તો અમેરિકાના હ્યુમન રાઇટ્સવાળા હાહાકાર મચાવી દે છે, પણ પોતાના જ ગન-કલ્ચરમાં 35000 હ્યુમન્સ મરી જાય ત્યારે કેમ ચૂપ છે?
- કેમ કે અમેરિકામાં હ્યુમન રાઇટ્સવાળા કરતાં ગન-રાઇટ્સવાળા વધારે પાવરફૂલ છે !
***
અમેરિકનો પોતાના ‘પ્રોટેક્શન’ માટે જ ગન-કલ્ચર છોડવા નથી માગતા. રાઈટ?
એટલે જ કહું છું કે જે સ્કુલમાં જતાં બાળકો, થિયેટરમાં જતા પ્રેક્ષકો, મોલમાં શોપિંગ માટે જતા ગ્રાહકો કે પાર્ટીમાં જતા લહેરીલાલાઓ પોતાની સાથે ગન નથી રાખતા એ બધા જ ડફોળો પોતાના પ્રોટેક્શનમાં મોટી ‘લાપરવાહી’ માટે જવાબદાર છે !
***
અમેરિકામાં જેટલા પણ શૂટ-આઉટ થાય છે તેમાં ગોળી ચલાવનારા ‘બિમાર’ હોય છે ! રાઈટ?
- અને WHO માને છે કે દુનિયાની સૌથી ખતરનાક બિમારી તો કેન્સર છે !
***
અમેરિકા આખી દુનિયાના દેશોને તથા આતંકવાદીઓને હથિયારો સપ્લાય કરે છે. આ તેની ઇન્ટરનેશનલ પોલીસી છે. રાઈટ?
પણ એમની નેશનલ પોલીસી અલગ છે. અમેરિકા અમેરિકાના નાગરિકોને જ હથિયાર સપ્લાય કરે છે!
***
અમેરિકાના દરેક નાગરિક પાસે સોશિયલ સિક્યોરીટી નંબર હોવો ફરજિયાત છે. રાઈટ?
- અને સિક્યોરીટીનો અર્થ ‘સલામતી’ થાય છે! રાઇટ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment