સની દેઓલ ડાન્સ કરશે ?!

‘ગદર-2’ની જબરદસ્ત સફળતા પછી સની દેઉલ પણ જબરદસ્ત ફોર્મમાં છે. સાંભળ્યું છે કે એની નવી આવનારી ફિલ્મમાં એ રોમાન્સ પણ કરશે અને ડાન્સ પણ કરશે ! બોલો.
હવે વિચારો… ક્યાં સની પા’જી અને ક્યાં ડાન્સ? શી રીતે પોસિબલ છે?...

*** 

ફિલ્મના સેટ ઉપર તડામાર તૈયારી ચાલી રહી છે... આર્ટ ડિરેક્ટર ઘાંટા પાડી રહ્યો છે:

‘ઓ મિસ્ત્રી ! એ ઝાડુ બહુ નેચરલ નહીં દેખાય તો ચાલશે ! પણ એની ડાળીઓ મજબૂત બનાવજો ! જરૂર પડે તો અંદર લોખંડના સળિયા નાંખજો ! સિમેન્ટ ભરીને આરસીસી કરાવીને પછી કલરકામ કરજો ! સમજ્યા ?’

મિસ્ત્રી પૂછે છે : ‘કેમ સર ? અહીં કોઈ ફાઈટ સીન થવાનો છે ?'

‘ના ! અહીં ઝાડની ડાળીએ લટકીને સની દેઉલ ડાન્સ કરવાના છે !’’

*** 

પણ સની પા’જીને ડાન્સ શીખવાડવો શી રીતે? ચાર ચાર ડાન્સ ડિરેક્ટરોએ ટ્રાય કરી જોયો. છેવટે ચારે જણા થાકી, હારી, કંટાળી, માથાં પછાડીને છેવટે હાથ જોડીને માફી માંગીને જતા રહ્યા છે!

છેવટે ખુદ સની પા’જીને એક આઇડિયા આવે છે ! એ પ્રોડ્યુસરને કહે છે :

‘તુમ એક કામ કરો. મેરે ફાઇટ માસ્ટર કો ડાન્સ શીખા દો ! ફિર વો મુઝે સીખા દેગા !’

*** 

હવે જોવા જેવો સીન છે... ફાઇટ માસ્ટર સની પા’જીને ડાન્સ શી રીતે શીખવાડે છે ?

‘દેખો સની પા’જી અબી ક્યા કરને કા? આપ જો ટાંગ ઉઠાકર કીક મારતે હૈં ના ? વૈસે ચ એક્શન કરનેકા... મગર હાથ સે !’

‘ઔર વો જો આપ બોક્સિંગ કરતે હોના? લેફ્ટ... રાઇટ... લેફ્ટ... રાઇટ... વો જમીન કે ઉપર લેટકર પૈર સે કરને કા !’

‘ઔર સની પા’જી આપ અપના હાથ સે આખ્ખા હેન્ડપંપ ઉઠા કે ઘુમાયા થા ના ? વૈસે હી ઉઠા કે ઘુમાને કા... મગર હિરોઇન કો!’

*** 

બસ, એક જ પ્રોબ્લેમ છે, હિરોઇન વીમો ઉતરાવવા જતી રહી છે!

***

- મન્નુ શેખચલ્લી

Comments