સતત હારવાને કારણે હતાશ થઈ ગયેલી પાકિસ્તાનની ટીમ જરા મૂડ ફ્રેશ કરવા માટે એક મોટી ફાઇવ સ્ટાર હોટલમાં ચાલતી પાર્ટીમાં ગઈ હતી.
બધા ખેલાડીઓ ખાણી અને પીણી વડે જરા મોજમાં આવી ગયા હતાં. ત્યાં એક મોટી મૂછોવાળો જાડિયો માણસ બાબર આઝમ પાસે આવીને કહેવા લાગ્યો:
‘તુમ પાકિસ્તાની ટીમ કે કેપ્ટન હો? મૈં તુમ્હેં એક ઓફર દેતા હું… અગર તુમ આનેવાલી હરેક મેચ હાર જાતે હો તો મૈં તુમ કો હર મેચ પર દસ લાખ દુંગા!’
બાબર આઝમ કંઈ બોલ્યો નહીં.
પેલો જાડિયો નશામાં હતો. એણે કહ્યું. ‘ચલો, હર મેચ હારને પર મૈં તુમ્હારી ટીમ કે હર ખિલાડી કો દસ-દસ લાખ રૂપિયા દૂંગા! ઠીક હૈ?’
હવે પાકિસ્તાની ખેલાડીઓ જરા અકળાયા. છતાં પેલો જાડિયો અટક્યો નહીં. એણે કહ્યું ‘દેખો, મૈં દૂબઈ મેં રહતા હું. મેરે પાસ પૈસે કી કોઈ કમી નહીં હૈ… તુમ તો વૈસે ભી હર મેચ હારતે હો… તો યાર, ગેરંટી દેને મેં ક્યા જાતા હૈ? ચલો, મૈં હર પ્લેયર કો હર મેચ કા બીસ-બીસ લાખ રૂપિયા દૂંગા! અબ ખુશ?’
ભરી મહેફિલમાં આવો તમાશો થતો જોઈને અમુક પાકિસ્તાની ખેલાડી હવે ધૂંધવાયા લાગ્યા. પણ પેલો જાડિયો તો નફ્ફટ હતો. એણે આખી ટીમ સામે હાથમાં રાખેલો જામ ઉઠાવીને કહ્યું:
‘ચલો, મૈં રકમ બઢા દેતા હું! હર મેચ હારને પર હર ખિલાડી કો ચાલીસ-ચાલીસ લાખ! ઓકે?’
હવે પાકિસ્તાની પ્લેયરો ખરેખર અકળાવા લાગ્યા. પણ જાડિયો તો પુરેપુરા રંગમાં હતો. એ પાકિસ્તાની પ્લેયરો પાસે જઈને કહેવા લાગ્યો:
‘સોચ ક્યા રહે હો, કમીનોં? ચલો સબ કો મિલેગા અસ્સી લાખ! અબ તો અપની ઔકાત દિખાઓ?’
આ સાંભળીને રિઝવાન બગડ્યો. એણે જાડિયાને ધડાધડ ચાર લાફા ઠોકી દીધા! જાડિયો ગબડી પડ્યો! હોટલના સ્ટાફવાળા એને ઉઠાવીને બહાર લઈ ગયા…
થોડો મામલો શાંત પડ્યો ત્યારે બધા ખેલાડીઓ આવીને રિઝવાનને કહેવા લાગ્યા. ‘યાર, ઇતની ભી ક્યા જલ્દી થી? વો વૈસે ભી ભાવ બઢા તો રહા થા!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment