એક ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરને થયું કે આપણે આપણી નવી ગુજરાતી ફિલ્મમાં એક જબરદસ્ત ગરબો રાખવો છે!
એમણે એના આસિસ્ટન્ટને કહ્યું : ‘બેસ્ટ ગરબો લખી શકે એવા ગુજરાતી ગીતકારોને શોધી લાવો! આપણે એક જોરદાર ગરબો લખાવવો છે.’
આસિસ્ટન્ટ કહે ‘એક ગીતકાર છે. એમણે એક ગુજરાતી પિક્ચરમાં ચાર ગરબા લખ્યા હતા. એ ચારેચાર ગરબા હિટ થઈ ગયા છે! એને બોલાવી લાવું?’
પ્રોડ્યુસર કહે ‘ના! આપણે તો એનાથી પણ મોટો ગીતકાર જોઈએ.’
આસિસ્ટન્ટ કહે ‘તો એક કામ કરીએ. હિન્દી ફિલ્મોમાં એક ગુજરાતી ડાયરેક્ટર છે. એણે જ્યારે જ્યારે પોતાની પિકચરમાં ગરબો રાખ્યો છે એ નેશનલ લેવલે હિટ થઈ ગયો છે. બોલો, એમને બોલાવીએ?’
પ્રોડ્યુસર જરા અકળાયા. ‘યાર, એ પોતે ભલે મોટા ડિરેક્ટર હોય તો શું થયું? એ જાતે ગરબો થોડો લખવા બેસે? તું કંઈ બીજું વિચાર.’
થોડો વિચાર કર્યા પછી આસિસ્ટન્ટ કહે છે, ‘સાહેબ, એક કામ કરીએ. હિન્દી ફિલ્મોમાં મ્યુઝિક આપનાર બે યંગ છોકરાઓ છે. એ લોકો ગુજરાતી જ છે. એમણે બનાવેલા ગરબા પણ બહુ હિટ થયા છે! એમની એપોઇન્ટમેન્ટ ફીક્સ કરું?’
‘અરે યાર, તું સમજતો કેમ નથી? મને સંગીતકાર નહીં ગીતકાર જોઈએ! એ પણ ઇન્ટરનેશનલ લેવલનો!’
‘તો પછી એક કામ કરો… એ ઓલરેડી ઇન્ટરનેશનલ લેવલે ફેમસ છે!’
‘અચ્છા?’
‘અરે સોશિયલ મિડીયામાં એમના 90 મિલિયન તો ફોલોઅર્સ છે !’
‘ઓહો?’
‘અને એમણે લખેલા બે ગરબાને ચાર જ દિવસમાં પાંચ મિલિયન વ્યુ મળી ગયા છે! એ પણ કોઈ જાતની પબ્લિસીટી વિના !’
‘શું વાત કરે છે? બોલાવી લાવ એને !’
‘સોરી, એ કંઈ આપણી પાસે ના આવે.’
‘તો આપણે એની પાસે જઈએ! એ રૂપિયા કેટલા લે છે?’
‘રૂપિયા? અરે, એ તો બસ, ભાવના ભૂખ્યા છે!’
‘ઓહો? કોણ છે એ?’
‘ભારતના વડાપ્રધાન!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment