ભલતી જગ્યાએ ભલતાં લખાણ !

સવાલ જરા તીરછી નજરનો છે… જો તમે એક વત્તા એક બરાબર 11નું ગણિત કરી શકતા હો તો મજા પડી જશે !

*** 

બ્યુટિપાર્લરની બહાર પોસ્ટર હતું..

જુનાં મોડલનું સંતોષકારક રિપેરીંગ કરીને રંગરોગાન વડે બેસ્ટ રિનોવેશન કરી આપવામાં આવશે...
- રંગીલા ફેબ્રિકેશન

*** 

મેરેજ બ્યુરો આગળ પાટિયું હતું...

માલસામાન જોઈ તપાસીને લેવો. બાદમાં બદલી આપવામાં આવશે નહીં.

*** 

ઇલેક્ટ્રીસિટી બોર્ડની ઓફિસે સ્ટિકર હતું...

દરેક જાતની મીણબત્તી, ટોર્ચ, સોલાર લેમ્પ તથા જનરેટર તાત્કાલિક હાજર સ્ટોકમાં અવેલેબલ છે ! ઇમરજન્સીમાં ફોન કરો...

*** 

સ્મશાનની દિવાલ ઉપર પોસ્ટર હતું...

સુપરહિટ રંગીન રહસ્યમય હોરર મુવી...
‘સ્વર્ગ યા નર્ક ?’
- એડવાન્સ બુકિંગ ચાલુ છે !

*** 

હેર કટિંગ સલુનની દિવાલ ઉપર દેશભક્તિનું સ્લોગન હતું...

અપની આઝાદી કો હમ
હરગિઝ મિટા સકતે નહીં
સર કટા સકતે હૈં લેકિન
સર ઝૂકા સકતે નહીં !

*** 

જિમની બહાર રખડતું ફરફરિયું હતું...

સ્નાયુઓનો દુઃખાવો, શરીરમાં કળતર, જકડાઈ ગયેલા સાંધા, હાથ-પગ-ગરદનમાં આવી ગયેલો મોચ વગેરેમાં રાહત માટે શ્રેષ્ઠ મલમ..
‘પહેલવાન મલમ’ !

*** 

નેતાજીના બંગલાની કમ્પાઉન્ડ વૉલ ઉપર પોસ્ટરો હતાં...

‘શ્રી420’ 
‘મિ. નટવરલાલ’ 
‘ચોરી મેરા કામ’ 
'શરાબી’ 
‘જુઠા કહીં કા’ 
અને... 
‘હમ આપ કે હૈં કૌન ?’

*** 

અને જાહેર શૌચાલયની દિવાલ ઉપર સ્લોગન હતું...

પહલે ઇસ્તમાલ કરેં, ફિર વિશ્ર્વાસ કરેં !

***

- મન્નુ શેખચલ્લી

Comments