બે જ શબ્દોની બબાલ !

નવા સંસદ ભવનના ઉદ્‌ઘાટન નિમિત્તે સાંસદોને જે બંધારણના પુસ્તકોની નકલ આપવામાં આવી છે એમાં બે શબ્દો ગાયબ છે... 'સોશિયાલિસ્ટ' અને 'સેક્યુલર'. એમાં તો મોટો હોબાળો થઈ ગયો !
અમે કહીએ છીએ કે ભઈ, જ્યાં જુઓ ત્યાં બે શબ્દોની જ બબાલ છે !

*** 
તમે ભાજપને કહો કે બસ બે શબ્દો બોલવાનું બંધ કરો...
(1) પરિવારવાદ અને (2) પપ્પુ
- તો કેટલો બધો ફેર પડી જાય ?
*** 
તમે કોંગ્રેસને કહો કે યાર, તમે પણ બે શબ્દો ના બોલો...
(1) મોદી અને (2) ગોદી મિડીયા
- તો કેટલો કકળાટ ઓછો થઈ જાય ?
*** 
અરે, સરકારને કહો કે બસ, બે જ ટેક્સ ગાયબ કરો...
(1) GST અને (2) ઈન્કમટેક્સ
- તો પ્રજા કેટલી સુખી થઈ જાય ?
*** 
તમે ઝુકરબર્ગને અને એલન મસ્કને કહો કે ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરમાંથી માત્ર બે જ શબ્દો ગાયબ કરી દે...
(1) દેશદ્રોહી અને (2) હિન્દુવિરોધી
- તો કેટલો બધો ઘોંઘાટ ઓછો થઈ જશે ?
*** 
જોકે અર્નબ ગોસ્વામીને ખાસ વિનંતી કરવી પડે કે બે નહીં, ચાર શબ્દો પડતા મુકો...
(1) નેશન (2) વોન્ટ્સ (3) ટુ (4) નો!
- તો બોલો, એ ચેનલ ઉપર કેટલી મસ્ત શાંતિ થઈ જાય ?
*** 
કંગના રાણાવતની બોલીવૂડ ગેંગને રિક્વેસ્ટ કરવાની કે બે શબ્દો ના બોલો...
(1) નેપોટિઝમ અને (2) કરણ જોહર
- તો બાકીની બોલીવૂડ ગોસીપ કેટલી સ્વીટ લાગે ?
*** 
અને મોદી સરકાર માત્ર બે નામ ઉપર ચોકડી મારે...
(1) અદાણી અને (2) અંબાણી
- તો સાચું કહેજો, સરકાર ટકે કે જાય ??

***

- મન્નુ શેખચલ્લી

Comments