ડોક્ટરોની ફેવરિટ ફિલ્મો !

બિચારા ડોક્ટરોને ફિલ્મોમાં કંઈ ખાસ રોલ મળતા જ નથી હોતા. કાં તો ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને એટલું જ બોલવા મળે કે ‘માફ કીજિયેગા હમ મરીઝ કો બચા ન સકે…’ અથવા પોતાની બેગ ઉપાડતાં બોલવાનું કે ‘મૈં ને દવાઇયાં લિખ દી હૈ, ચિંતા કી કોઈ બાત નહીં હૈ…’

પણ બોસ, ડોક્ટરો ફિલ્મો તો જોતા જ હોય ને ? તો એમની ફેવરીટ ફિલ્મો કઈ કઈ હોઈ શકે ? થોડા તુક્કા…

*** 

હાર્ટ સ્પેશીયાલિસ્ટ
ફેવરીટ હિન્દી ફિલ્મ : દિલ, દૌલત, દુનિયા
ફેવરીટ ઇંગ્લીશ મુવી : મ્યુઝિક ઓફ હાર્ટ
ફેવરીટ ગુજરાતી ફિલ્મ : દલડું દીધું મેં કારતકના મેળામાં !

*** 

ન્યુરોલોજીસ્ટ (મગજના સ્પેશિયાલીસ્ટ)
ફેવરીટ હિન્દી ફિલ્મ : ભેજા ફ્રાય
ફેવરીટ ઇંગ્લીશ મુવી : મિલિયન ડોલર માઇન્ડ
ફેવરીટ ગુજરાતી ફિલ્મ : મહિયરમાં મનડું માનતું નથી !

*** 

ગાયનોકોલોજીસ્ટ (પ્રસૂતિના નિષ્ણાત)
ફેવરીટ હિન્દી ફિલ્મ : કસમ પૈદા કરનેવાલે કી
ફેવરીટ ઇંગ્લીશ મુવી : બર્થ રાઇટ (મિસ્ટરી)
ફેવરીટ ગુજરાતી ફિલ્મ : જનમ જનમના સાથી !

*** 

પ્લાસ્ટીક સર્જન
ફેવરીટ હિન્દી ફિલ્મ : ચહેરે પે ચહેરા
ફેવરીટ ઇંગ્લીશ મુવી : ડેવિલ હેઝ સેવન ફેસિસ
ફેવરીટ ગુજરાતી ફિલ્મ : મુખડાની મને માયા લાગી !

*** 

આઇ સ્પેશીયાલિસ્ટ
ફેવરીટ હિન્દી ફિલ્મ : આંખો આંખો મેં
ફેવરીટ ઇંગ્લીશ મુવી : યુ આર ધ એપલ ઓફ માય આઈ
ફેવરીટ ગુજરાતી ફિલ્મ : નજરું લાગી મેળામાં !

*** 

ઓર્થોપેડિક સર્જન (હાડકાંના નિષ્ણાત)
ફેવરીટ હિન્દી ફિલ્મ : સલીમ લંગડે પે મત રો
ફેવરીટ ઇંગ્લીશ મુવી : ધ બોન કલેક્ટર
ફેવરીટ ગુજરાતી ફિલ્મ : ત્રણ સાંધું ત્યાં તેર તૂટે !

*** 

જનરલ પ્રેક્ટિશનર (ફેમિલી ડોક્ટર)
ફેવરીટ હિન્દી ફિલ્મ : આદમી સડક કા
ફેવરીટ ઇંગ્લીશ મુવી : કેરી ઓન ડોક્ટર
ફેવરીટ ગુજરાતી મુવી : ચાલ જીવી લઈએ !

***

- મન્નુ શેખચલ્લી

Comments