જુઓ, આ વરસાદ અલગ અલગ લોકો માટે કેવા કેવા અવસર લઈને આવે છે.
***
વરસાદ… બાળકો માટે
છબછબિયાંનો અવસર છે.
***
ટીન-એજર્સ માટે
પલળવાનો અવસર છે.
***
યંગસ્ટર્સ માટે
રોમાન્સનો અવસર છે.
***
બ્રેક-અપ થયેલા છોકરા માટે
દારૂ પીવાનો અવસર છે.
***
બ્રેક-અપવાળી છોકરી માટે
સ્ટોરીમાં સેડ ગાયનો મુકવાનો અવસર છે.
***
પરણેલા પુરુષ માટે
પત્નીનાં હાથનાં ભજિયાં ખાવાનો અવસર…
***
પત્ની માટે
પલળીને ઘરે આવેલા પતિને ખખડાવવાનો અવસર !
***
અને વાંઢા માટે
વરસાદમાં આસું છૂપાવવાનો અવસર
***
કવિ માટે
ગટરમાંથી યે ભીની માટીની સુગંધ શોધવાનો અવસર !
***
ડોક્ટરો માટે
સિઝનમાં તેજીનો અવસર !
***
દરદીઓ માટે
ઝટપટ વીમો ઉતરાવી લેવાનો અવસર
***
મ્યુનિસિપાલીટી માટે
પોતે ખોદેલા ખાડામાંથી ચારેબાજુ કાદવ-કીચ્ચડનાં રાયતાં ફેલાવવાનો અવસર !
***
મિડીયા માટે
સરકારી તંત્રોના માથે માછલાં ધોવાનો અવસર
***
હવામાન ખાતા માટે
અધ્ધરતાલ આગાહીઓ સાચી પડવાનો અવસર
***
અને અંબાલાલ માટે
વધુ ફેમસ થવાનો અવસર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment