ઘટના... અને કહેવત... !

અમુક ઘટનાઓ એવી બને છે કે તેના ઉપરથી આપણી જુની અને જાણીતી કહેવતો યાદ આવ્યા વિના રહેતી નથી ! જુઓ નમૂના…

*** 

(ઘટના)
બિપરજોય વાવાઝોડું ગુજરાત ઉપર નવ દિવસ સુધી તોળાતું રહ્યું પણ છેવટે રાજસ્થાનમાં વળી ગયું.

(કહેવત)
‘જા બિલાડી મોભામોભ!’

*** 

(ઘટના)
ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ શરમજનક રીતે હારી ગઈ.

(કહેવત)
દશેરાના દિવસે જ ઘોડું ના દોડ્યું !’

*** 

(ઘટના)
મનોજ મુંતજિર કહે છે કે ‘આદિપુરુષ’ ફિલ્મના વાંધાજનક સંવાદો બદલી નાંખવામાં આવશે.

(કહેવત)
બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી !’

*** 

(ઘટના)
‘આદિપુરુષ’ ફિલ્મ રીલીઝ થયા બાદ હજારોની સંખ્યામાં લોકો ટીકાઓની ઝડી વરસાવી રહ્યા છે.

(કહેવત)
નબળી ગાય ઉપર બગાઈઓ ઝાઝી !’

*** 

(ઘટના)
મણિપુરમાં બે આદિવાસી જાતિઓના કંકાસમાં ફાટી નીકળેલી હિંસામાં ભાજપના નેતાનું મકાન સળગાવી દેવામાં આવ્યું.

(કહેવત)
‘બે પાડા લડે એમાં ઝાડનો ખો !’

*** 

(ઘટના)
વ્યારા જિલ્લામાં પુલ તુટ્યો તો કર્મચારીઓ સસ્પેન્ડ પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા નહીં !

(કહેવત)
જમવામાં જગલો અને કૂટવામાં ભગલો !’

*** 

(ઘટના)
અમેરિકામાં મોદીજીના ભવ્ય સ્વાગતથી ભક્તો ભારે હરખમાં.

(કહેવત)
મારે મીર અને ફૂલાય પિંજારા !’

***

- મન્નુ શેખચલ્લી

Comments