છેલ્લા ચાર દહાડાથી આખા ગુજરાતમાં જે હિટ-વેવ ચાલ્યું છે એમાં ભલભલાની ખોપડીઓ ગરમ થઈ ગઈ છે ! એ સૌને હળવાશ આપે એવાં થોડાં વન-લાઈનર્સ…
***
આ ઉનાળાના કોપીરાઈટ કોની પાસે છે ?
- કોલેજના ટ્રસ્ટીઓ પાસે, કેમકે એ લોકો જ લાખો રૂપિયાની ફી લઈને ‘ડીગ્રીઓ’ વહેંચવાનો ધંધો કરે છે.
***
ઉનાળામાં સૌથી વધુ ઈમોશનલ કોણ થઈ જાય છે ?
- કુલ્ફીઓ અને બરફગોળા. કેમ કે બન્ને જલ્દીથી ‘પીગળી’ જાય છે !
***
ફ્રીજમાં મુકવાનું ભૂલાઈ ગયું હોય એવી ચોકલેટો શા માટે ‘સેક્સી’ બની જાય છે ?
- કેમકે તે ‘હોટ’ થઈ ગઈ હોય છે !
***
આ ઉનાળામાં જાહેર બાંકડાઓ ઉપર બેસનારો દરેક માણસ શા માટે કરોડપતિ બની શકે છે ?
- કેમ કે તે ‘હોટ-સીટ’ પર બેઠો છે !
***
ઉનાળામાં ચંદ્રમુખીની વેલ્યુ કેમ ઘટી જાય છે ?
- કેમકે ‘પારો’ બહુ ઊંચો હોય છે !
***
એર-કંડીશનરો ક્યારથી ભાગલાવાદી બની ગયા છે?
- જ્યારથી ‘સ્પ્લીટ’ એસી બનવા માંડ્યા છે ત્યારથી !
***
ઉનાળામાં દાલ સરોવરનું નામ કેમ બદલાઈ જાય છે ?
- કેમકે સખત તડકામાં એ ‘દાલ-તડકા’ બની જાય છે !
***
રાજકોટની ભવ્ય ઇમેજ ક્યારે ખરાબ થવા લાગે છે ?
- જ્યારે આવા ઉનાળામાં અમુક લોકો બપોરે 12 થી 4 વચ્ચે ‘કામ’ કરતા દેખાય છે ! શરમ કરો... શરમ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment