જે ફિલ્મ સ્ટારો 60-70 કરોડના ફ્લેટ રાતોરાત ખરીદી શકે છે અને ફાટેલાં ચીંથરાં જેવાં ડિઝાઈનર વસ્ત્રોનાં લાખો રૂપિયા ચૂકવીને ફાંકા મારે છે પણ એમને પોતાનાં ટ્વિટર એકાઉન્ટની બ્લૂ-ટિક જાળવી રાખવા માટે મહિનાના 900 રૂપિયા ભરવામાં શેની ચૂંક આવતી હશે ?
અમારી તો સમજ બહારનો છે આ ખેલ…
***
અમિતાભ બચ્ચને રૂપિયા ભરી દીધા (અને પોતે કેવા શરીફ છે એ બતાડવા ટ્વિટરમાં જાહેર પણ કરી દીધું) ત્યાર બાદ ટ્વિટરના માલિકે ભૂરી-દાંડી પાછી આપતાં જાહેર કર્યું કે જેના 1 મિલિયન ફોલોઅર્સ છે તેને પૈસા ભરવાની જરૂર નથી.
એમાં તો બચ્ચન સાહેબની જાણે દુનિયા લૂંટાઈ ગઈ હોય એમ, (મજાકમાં) લખ્યું કે ‘હમાર તો 48.4 m હૈ, અબ ? ખેલ ખતમ, પૈસા હજમ ?’
***
પેલી બાજુ શાહરૂખ ખાન પોતાની ફિલમનો વકરો ગણવામાં એટલો બિઝી હતા કે 900 રૂપિયા ભરવાનું ભૂલી ગયા હતા !
જોકે ટ્વિટર ભૈયાએ એમને ભૂરી દાંડી પાછી આપી દીધી. એ વખતે શાહરૂખે ‘પઠાન’ના ડાયલોગની જેમ ટ્વિટ કરવા જેવું હતું કે
‘ક… ક… ક્યું દે રહે હો વાપસ ? ક… ક… ક્યા જિન કા નામ નહીં હોતા ઉન કા નામકરણ નૌસો રૂપિયે મેં હી કર દેતે હો ? બડે ચીપ હો ભૈયા ! ઉં…? હેહેહે !’
***
સલમાન ખાનને તો કોઈ જાતની ટ્વિટરબાજી કર્યા વિના જ એમની ભૂરી દંડી વગર પૈસે વાપસ મળી ગઈ.આ હિસાબે સલમાન ખાને પોતાની ‘કુલ’ સ્ટાઇલમાં નાક ઉપર આંગળી ફેરવતાં કહેવું જોઈએ :
‘દેખા ? વાપસ નહીં દિયા હોતા તો કિસી કી ભાઈ કિસી કી જાન લે લેતા થા… યું સમજો કિ બચ ગયે હો, બચ્ચુ !’
***
આરઆરઆરના ફેમસ સ્ટાર જુનિયર એનટીઆરે તો પૈસા ભરી દીધા હતા ! હવે એ કહેતા હશે :
‘આરા… રા… રા… આરા… રા.. રા… મ્યેરે પૈસા નંઈ દેને કા થા ? આઈ વાઝ નાટૂ ટુ પે ! નાટ્ ટુ.. નાટ્ ટુ… નાટ્ ટુ... પે !’ (Not to Pay)
***
બાકી કંગના રાણાવત તો મહિના પહેલાં જ પૈસા ભરીને બેઠી હતી. હવે એ શું વિચારતી હશે ?
‘દેખા ? બોલીવૂડવાલે અંદર સે કિતને તડકે હૈં ? નૌ સો રૂપિયા ભી નહીં દેના હૈ… યહી ઉન કા નિપોટિઝમ કા ઘમંડ હૈ ! અરે ગરીબોં કી હાય લગેગી તુમ કો… આજ 900 નહીં દિયા હૈ, કલ 900 કરોડ કા ઘાટા હોગા ! યે મેરા શ્રાપ હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment