મેચો વખતે જે હિન્દી કોમેન્ટ્રી ચાલતી હોય છે એમાં મઝા તો પડે જ છે પરંતુ તેમાં અમુક વાક્યોમાં ગૂઢાર્થ છૂપાયેલા હોય છે ! જેમ કે..
***
જ્યારે કોમેન્ટ્રીમાં કહે કે…
‘યહાં સે અગર ભારત કો જીતના હૈ…’
તો સમજવાનું કે…
યહાં સે કોઈ ભી હાલતમેં ભારત જીત નહીં સકતા !
***
જ્યારે કોમેન્ટ્રીમાં કહે કે
‘મેચ અભી ખતમ નહીં હુઆ… જબ તક આખરી બોલ ડાલા નહીં જાતા તબ તક કુછ કહા નહીં જા સકતા…’
તો સમજવાનું કે…
મેચ પતી ગઈ છે ! છતાં તમારે છેલ્લા બોલ સુધી મેચ જોઈને દિમાગનું દહીં જ કરવું હોય તો અમને શું વાંધો છે ?
***
જ્યારે કોમેન્ટ્રીમાં કહે કે…
‘યહ ભારતીય બલ્લેબાંજો કી આખરી જોડી હૈ જિસ પર સારી ઉમ્મીદે ટિકી હુઈ હૈં…’
તો સમજવાનું કે…
આ કંઈ કરોડપતિની ગેમ નથી કે જ્યાં તમને ઉમ્મીદ સે દુગના મળી જવાનો ચાન્સ હોય !
***
જ્યારે કોમેન્ટ્રીમાં કહે કે…
‘ક્રિકેટ એક અનિશ્ચિતતાઓં સે ભરા ખેલ હૈ…’
તો સમજવાનું કે…
એ અનિશ્ચિતતાઓ કોઈ મેચ ફિકસરોએ ઊભી કરેલી છે !
***
જ્યારે કોમેન્ટ્રીમાં કહે કે…
‘દેખિયે… કિસ્મત ને મેચ કા પાસા કૈસે પલટા હૈ..’
તો સમજવાનું કે…
‘એ કિસ્મતનાં પાસાં પલટનારા પણ મેચ ફિક્સરો જ છે !’
***
અને જ્યારે કોમેન્ટ્રીમાં કહે કે…
‘ખૈર, ખેલ મેં હાર-જીત તો ચલતી હી રહતી હૈ…’
તો સમજવાનું કે…
ભારતની ટીમ શરમજનક રીતે હારી રહી છે પણ કોમેન્ટેટરે BCCIનો પગાર ખાધો છે એટલે આવું બોલવું પડે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment