ગઈકાલે અમે ગુજરાતનાં શહેરોનાં સાવ ખખડી ગયેલા વિસ્તારોનાં નવાં નામોનું લિસ્ટ મુક્યું હતું.
પરંતુ શહેરોમાં અમુક ધનિક વિસ્તારોમાં આખો માહોલ જ અલગ હોય છે. અહીં કદી ગટરો ઉભરાતી નથી, કદી કચરાના ઢગલા દેખાતા નથી, અરે, કદી બંગલાની લોનમાં છાંટવા માટેનાં પાણીની પણ ખેંચ વર્તાતી નથી !
આવા પોશ વિસ્તારોનાં સાચાં નામો જરા અલગ હોય છે ! જેમ કે…
***
મલ્ટિપ્લેક્સ માર્ગ…
વીઆઈપી રોડ…
એરકન્ડીશન્ડ નગર…
ફેશન કોલોની…
બંગલા નગર…
ફાર્મહાઉસ નગરી…
લવર્સ પાર્ક…
કોલેજ કોર્નર…
ફાસ્ટ-ફૂડ લેન…
સ્ટ્રીટ-ફૂડ બાઝાર…
***
કલ્ચરલ કમ્પાઉન્ડ…
આર્ટ આર્કેડ…
સોશિયલાઈટ થિયેટર…
એટિટ્યૂડ ડિસ્પ્લે ગેલેરી…
હાઈ-ફાઈ ‘હટ’…
રોટલાઝ એન્ડ ઢોકલા ઝુંપડીઝ…
યોગા એન્ડ આયુર્વેદા પ્લાઝા…
***
નાઇટ રેસિંગ સ્ટ્રીટ…
ડ્રીંકર્સ ડાયવર્ઝન…
કેટવોક ફૂટપાથ…
ગે-ગલી…
શો-ઓફ સર્કલ…
રોક-ઓન રોડ…
પાર્ટી પાર્ક…
મર્સિડીઝ મોનોપોલી ઝોન…
ઇમ્પોર્ટેડ કોમ્પલેક્ષ….
જોગર્સ પાર્ક…
ફિટનેસ સેક્ટર…
ઝક્કાસ ક્લબ કોલોની…
ઓન્લી મેમ્બર્સ આશિયાના…
મિલિયોનેર્સ મિની-ટાઉનશીપ…
***
(છતાં કોઈપણ શહેરના પોશ એરિયામાં જાવ ત્યાં તમને ત્રણ વિસ્તારો તો ચોક્કસ મળશે.)
બુદ્ધિજીવીની બારી…
હિપોક્રેટ્સો હથોડો…
અને
ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો અખાડો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment