એરિયાનાં સાચાં નામો પાડો !

બિચારી સરકાર જાહેર રસ્તા, બગીચા, સ્ટેશન વગેરેનાં નામો મહાનુભાવોનાં નામ ઉપરથી પાડે છે પણ આગળ જતાં નામ સાથે ટ્રેજેડી થઈ જાય છે !

જેમકે ગાંધી-રોડ ઉપર જ હિંસા ફાટી નીકળી હોય ! કે પછી સરદાર બ્રિજ (જે લોખંડી પુરુષના નામે છે) તે કાટમાળ બની રહ્યો હોય !

અમારું માનવું છે કે શહેરના અમુક વિસ્તારોનાં ‘સાચાં’ નામો પાડવાં જોઈએ. દાખલા તરીકે …

*** 

ખાડા ટેકરા નગર…
ઉકરડા ગલી…
ભૂલા રોડ…
મચ્છરપુરા, માખી પોળ…
ગટરખોદ માર્ગ…
ભૂવા-પડેલા રોડ…
ખાબોચિયાં ચોકડી…
ડ્રેઈન-વોટર તળાવડી…

ટ્રાફિક-જામ ચાર રસ્તા…
ટાઈમ-વેસ્ટ રેલ્વે ફાટક…
ધક્કામુક્કી બસ ટર્મિનસ…
રોગચાળાની ટાંકી…
મેલેરિયા મચ્છર ઉદ્યાન…
અંધારિયા લવર્સ ગાર્ડન…

લારી-ગલ્લા દબાણ માર્ગ…
પરમેનેન્ટ ખોદકામ રોડ…
વરસાદીયો અંડર પાસ…
પંચવર્ષીય ઓવરબ્રિજ…
ભ્રષ્ટાચારી ફ્લાય ઓવર..

કિચ્ચડ સરોવર…
કાદવ તલાવડી…
ધૂળિયા ચોક…
ધૂમાડિયા ચકલા…
ખંડેર દરવાજા…
કાંકરા-ખર કોટ…

લૂંટણિયા રીક્ષા સ્ટેન્ડ…
ખિસ્સાકાતરુ બસ-સ્ટોપ…
કમરદર્દ વન-વે…
કન્ફ્યુઝન સર્કલ…
દુકાળિયા ફૂવારા…
રેડ-સિગ્નલ રીંગરોડ…
ચક્કા-જામ હાઈવે…

*** 

(અમુક નામો નશાબંધીને લગતાં)

લઠ્ઠાનગર…
પોટલીગલી…
બાટલી બજાર…
ચરસી ચોકડી…
હપ્તા ચોકડી…
દેશી દારૂની પોળ…
બૂટલેગરનો ઓટલો…
વહીવટદારનો વંડો..
ફોરેન લિકર કોલોની…

અને...

દારૂડિયાની ચાલ !

***

- મન્નુ શેખચલ્લી

Comments