થોડા દિવસોથી જે રીતે વરસાદ કોઈ મહુરત, મહિનો, સિઝન કે સરનામું જોયા વિના ગમે ત્યારે ગમે ત્યાં વરસી પડે છે એ જોતાં હવે અમુક ફિલ્મોના નામો પણ બદલવાં પડશે ! જુઓ…
***
‘આયા સાવન ઝૂમ કે’
નહીં પણ…
‘આયા સાવન ભૂલ સે !’
***
‘પ્યાર કા મૌસમ’
ના ભઈ…
‘બગાડ કા મૌસમ !’
***
‘સાવન કી ઘટા’
ના ના, આ તો
‘સાવન કી હટી’ છે !
***
‘બરસાત કી એક રાત’
લપસીને જેના હાડકાં ભાંગ્યા છે એના માટે તો…
‘બરસાત કી એક ઘાત !’
***
‘સાવન કો આને દો’
એક મિનિટ બોસ…
‘સાવન કો બુદ્ધિ દો !’
***
‘સાવન ભાદો !’
હમણાં તો લાગે છે કે –
‘સાવન…? ભાગો !’
***
‘બિન બાદલ બરસાત’
ખરેખર તો…
‘બિન સિઝન બરસાત !’
***
‘પ્યાસા સાવન’
ખોટી વાત..
‘ત્રાંસા સાવન !’
***
અને ‘મૌસમ’નું નામ તો
સિકવલ માટે…
‘મૌસમ 3 ઈન 1’ રાખવું પડશે !
***
અમુક ગાયનો તો એવાં છે કે તેના શબ્દો બદલ્યા વિના જ એનો મિનિંગ બદલાઈ રહ્યા છે ! જેમ કે –
હવામાન ખાતું માથું ખંજવાળી રહ્યું છે કે…
‘કહાં સે આયે બદરા ?’
ખેડૂતો બગડતી ફસલને જોઈને વિચારે છે કે…
‘રિમઝિમ ગિરે સાવન… સુલગ સુલગ જાયે મન…’
અને જ્યાં વરસાદની સાથે બરફના કરા પડતા હતા એ જોઈને ટીવીના ન્યુઝ એન્કર પણ સવાલ કરી રહ્યા હતા કે…
‘એક સમય પર દો બરસાતેં ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment