સિસ્ટમ મિક્સ ચાલે છે !

આજકાલ એવી ઘટનાઓ બની રહી છે કે કંઈ જ સમજાતું નથી ! કુદરતની સિસ્ટમ જુઓ, સરકારની સિસ્ટમ જુઓ કે સમાજની સિસ્ટમ જુઓ… બધું મિક્સ થઈ ગયું છે !

*** 

સવારે ઠંડી
બપોરે ગરમી
સાંજ પડે વરસાદ
કોને કરવી ફરિયાદ ?
સિસ્ટમ ‘મિક્સ’ ચાલે છે…

*** 

સ્વેટર જતાં નથી
બરમૂડા આવતા નથી
આકાશમાંથી ‘આઈસ’
પણ બાટલીના ભાવ ટાઈટ !
સિસ્ટમ ‘મિક્સ’ ચાલે છે…

*** 

શેરબજારમાં સન્નાટો
ને પાર્લામેન્ટમાં હંગામો
સરકારોમાં સંપ
ને ધરતીમાં ભૂકંપ !
સિસ્ટમ ‘મિક્સ’ ચાલે છે…

*** 

કોઈને PMOમાં લિન્ક છે
કોઈને CMOમાં લિન્ક છે
જો આધાર લિન્ક ના કરો
તો ભરવાનો દંડ છે !
સિસ્ટમ ‘મિક્સ’ ચાલે છે…

*** 

મોહનથાળ બચી ગયો
તોય ચીકી તો સ્થાયી છે
નાળિયેરના છોલવામાં
પ્રજા ભલે વધેરાઈ છે !
સિસ્ટમ ‘મિક્સ’ ચાલે છે…

*** 

અમૃતપાલ ફરાર છે
વિદેશથી આવતું ફંડ છે
મેહુલ-માલ્યા નથી મળતા
પણ પુતિન પર વોરંટ છે !
સિસ્ટમ ‘મિક્સ’ ચાલે છે…

*** 

અબજોપતિના લિસ્ટમાં
ભારત છે નંબર તીન !
મોંઘવારીના અજગર સામે
કોણ વગાડશે બીન ?
સિસ્ટમ ‘મિક્સ’ ચાલે છે…

*** 

- મન્નુ શેખચલ્લી

Comments