જે રીતે નેતાઓના વાયદામાં, પત્નીની કચકચમાં, પુરુષો માટેના ડિઓડ્રન્ટની એડમાં તેમજ પાકિસ્તાનની શેખીઓમાં કંઈક મિનિંગ જેવું શોધવું એ આધુનિક એબસ્ટ્રેક્ટ કવિતામાંથી ‘કવિ શું કહેવા માગે છે’ એ શોધવા બરોબર હોય છે…
એ જ રીતે સ્ટુપિડ શાયરીઓમાં મિનિંગ ના શોધવાના હોય.. માત્ર સ્ટુપિડીટી જ એન્જોય કરવાની હોય ! બસ, મોટા અવાજે વાંચો મજા આવશે !
***
(આ તો ફેમસ છે)
એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોંત્રીસ
વાહ વાહ
એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોંત્રીસ..
પછી ?
પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ !
હવે બોલો વાહ વાહ…
***
(આ નવી છે)
એકવીસ, બાવીસ, તેવીસ, ચોવીસ
વાહ વાહ
એકવીસ, બાવીસ, તેવીસ, ચોવીસ
પછી ?
લવલી, કિમામ, સોપારી, એકસો વીસ !
***
(મોટેથી બોલો…)
એબી, સીડી, ઈએફ, જીએચ…
વાહ વાહ
એબી, સીડી, ઇએફ, જીએચ..
હા, પણ પછી આગળ ?
આગળ આમ જ બોલો
છેલ્લે આવશે ‘વાયઝેડ’ !
***
(હજી એક છે)
એક સો એક, બસ્સો એક
પાંચસો એક..
આહાહા
એક સો એક, બસ્સો એક
પાંચસો એક…
ચાંલ્લામાં મુકવા માટે
છુટ્ટો આપો, રૂપિયો એક !
(આ કવિ માર ખાશે.)
***
ઇશાન, અગ્નિ, નૈરૂત્ય, વાયવ્ય
સાંભળજો…
ઈશાન, અગ્નિ, નૈરૂત્ય, વાયવ્ય…
ચારે ખૂણામાં કચરો છે,
બરોબર સાફ કર !
***
જા ની વા લી પી ના રા
(આ છેલ્લી છે)
જા ની વા લી પી ના રા
બાકી બધા ખાનારા
ને ખાઈને મોઢું ધોનારા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment