મોબાઈલમાં તો જાતજાતનાં શોર્ટ-ફોર્મ રમતાં થઈ ગયાં છે… જેમકે : BTW એટલે બાય ધ વે, LOL એટલે લાફિંગ આઉટ લાઉડ, ASAP એટલે એઝ સુન એઝ પોસિબલ… અરે JSK એટલે જય શ્રી કૃષ્ણ અને JSR એટલે જય શ્રી રામ પણ ચાલી રહ્યું છે !
ફિલ્મોનાં લાંબા લાંબા નામો માટે પણ શોર્ટ-ફોર્મ છે જેમકે… DDLJ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે, HAKHK હમ આપ કે હૈં કૌન ?
આ હિસાબે નેતાઓ જે છાપેલી ઝેરોક્સો જેવાં નિવેદનો કરે છે એના માટે શોર્ટ ફોર્મ રાખો ને ? દાખલા તરીકે…
***
MANKT = મૈંને ઐસા નહીં કહા થા.
***
MVMNT = મેરા વો મતલબ નહીં થા
***
MNGMN = મિડિયા ને ગલત મતલબ નિકાલા
***
SNTIDD = સચ નિકલા તો ઇસ્તિફા દે દૂંગા
***
એથી પણ જોરદાર…
SNTFDD = સચ નિકલા તો ફાંસી દે દેના !
***
આજકાલ તો આ બહુ કામનું છે…
LKKD = લોકશાહી કા કાલા દિન
***
અને આ પણ…
MAKMB = મોદી અદાની કી મિલિ ભગત
***
અને આ તો ખરું જ…
JKSDN = જુઠે કેસ સે ડરતા નહીં
***
સામેની સાઈડે આ…
P70YRS = પિછલે 70 સાલોં સે…
***
અને આ…
GPNDL = ગાંધી પરિવારને દેશ કો લૂંટા…
***
(જરા વિચારો, છાપાંઓને કેટલું સહેલું થઈ જાય ? જેમકે મોદીજીએ કહ્યું હતું કે P70YRS… GPNDL… જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે JKSDN… MAKMB!!)
***
ન્યુઝ ચેનલો માટે પણ સહેલું થઈ જાય ‘સુત્રોં સે પતા ચલા હૈ’ને બદલે કહેવાનું SSPCH !
અને ગુજરાતી ચેનલમાં તો માત્ર TJSC… TJSC… મતલબ કે તમે જોઈ શકો છો… તમે જોઈ શકો છો !
***
- મન્નુ શેખચલ્લી
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment