અનોખી 'કમોડ' ગીતમાલા !

હા ભઈ હા ! કમોડ એટલે એ જ આસન જેની ઉપર બેસીને સવારે આપણે ‘ગુરુશંકા’ કરીએ છીએ ! સાલું, નવાઈ લાગે, પણ આ ‘કમોડ’ ઉપર બંધબેસતાં થાય એવા ફિલ્મી ગાયનો પણ છે ! બોલો, કેવી કેવી સિચ્યુએશનો હશે ?...

*** 

મૈં તો હર ‘કમોડ’ પર
તુજ કો દુંગા સદા
મેરી આવાઝ કો, દર્દ કે સાઝ કો
તૂ સુને ના સુને…

(આ વ્યક્તિને ગેસ છૂટવાની મોટી તકલીફ લાગે છે ! એટલે જ હર કમોડ ઉપર જઈને અલગ અલગ સૂર તાલમાં ‘સદા’ યાને કે અવાજો ફેંકે છે.)

*** 

જીવન કે હર ‘કમોડ’ પર
મિલ જાયેંગે હમસફર…

(અહીં કોઈ મોટી હોસ્ટેલની સિચ્યુએશન લાગે છે… જ્યાં બાજુ બાજુની કેબિનમાં હમસફરો/દોસ્તો બેઠા છે !)

*** 

પ્યાર હમેં કિસ ‘કમોડ’ પે
લે આયા…
દિલ કરે હાયે, કોઈ તો બતાયે
ક્યા હોગા…

(આ સિચ્યુએશન જાહેર સુલભ શૌચાલયની છે જ્યાં મામૂલી ચાલીમાં રહેતી પ્રેમિકાને પામવા માટે બિચારો પ્રેમી રોજ શૌચાલયની લાઈનોમાં ઊભો રહેતો થઈ ગયો છે !)

*** 

હમ મેં તુમ મેં જો થા,
વો ખતમ હો ગયા
‘કમોડ’ પે આખરી
મૈં રહ ગયા…

(અહીં પેલી પ્રેમિકા બીજાની જોડે જતી રહી છે અને બિચારો નિષ્ફળ પ્રેમી સુલભના છેલ્લા શૌચાલયમાં બેસીને રડી રહ્યો છે !)

*** 

મુડ મુડ કે ના દેખ ‘કમોડ’ મેં
જિંદગાની કે સફર મેં
તુમ અકેલે હી નહીં હો
હમ ભી તેરે હમસફર હૈ

(આ રેલ્વેના ડબ્બાનું શૌચાલય છે ! અહીં બેસવા જતાં જો ગફલતમાં તમારું પાકિટ અંદર પડી ગયું હોય તો એમાં હવે વાંકા વળીને જોવાનો કોઈ અર્થ નથી… એવું તમારા ડબ્બામાં બેઠેલા બીજા પ્રવાસીઓ તમને કહી રહ્યા છે ! ઓકે?)

(પાકિટમાં તમારી ટિકિટ રહી ગઈ હોય તો ? એના માટે કવિએ હજી કોઈ ગાયન લખ્યું નથી. સોરી.)

***

- મન્નુ શેખચલ્લી

Comments