નવી પોલિટિકલ ફિલ્મો !

આઠ ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. તમે આ વાંચતા હશો ત્યારે તો પરિણામોની સાથે અમુક રાજકીય રંગ ધરાવતી ફિલ્મો પણ રિલીઝ થઈ રહી હશે.. જુઓ !

***

હમ દો, હમારે દો
કલાકારો : નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલ, સી. આર. પાટિલ…
આ ઉપરાંત ફિલ્મનું ખાસ આકર્ષણ હશે એક એવું એન્જિન જે ડબલ-રોલમાં હતું !

*** 

દૂર કા રાહી
કલાકારો : રાહુલ ગાંધી તથા હજારો એકસ્ટ્રા કલાકારો
જોકે ફિલ્મના હિરોનો ખાસ આગ્રહ હોવાથી આ ફિલ્મનું ટ્રેલર માત્ર અમુક જ શહેરોમાં એકાદ દિવસે જોવા મળ્યું હતું. આજે પણ આખા ગુજરાતમાં ક્યાંય નહીં જોવા મળે….

*** 

તીન થે ભાઈ
કલાકારો : હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર
‘અમર અકબર એન્થની’ ટાઈપની હિટ ફિલ્મ નીકળશે એવું માનનારાઓ આજે પોતે જ એના બહુ સારા રિવ્યુ નથી આપી રહ્યા !

*** 

K કંપની
કલાકારો : કેજરીવાલ તથા અન્ય ઉગતા અભિનેતાઓ
ફિલ્મ રિલીઝ થશે અને જો તમામ થિયેટરોમાં લાગી જશે તો એની ટિકીટો, પોપકોર્ન, સમોસા તથા ખારીશીંગ સુધ્ધાં ફ્રીમાં મળશે એવી સ્કીમ હતી. જોકે પ્રોડક્શન કંપની હવે દિલ્હીમાં બિઝી થઈ ગઈ છે એટલે ફ્રીની આશા રાખવી નહીં.

*** 

પ્યાર ઝુકતા નહીં
કલાકારો : ચૂંટણી હારી જનારા 1000થી વધુ ઉમેદવારો અને ખુરશી
ખુરશી માટેના ગજબ પ્રેમની કરૂણ દાસ્તાન… તૂટેલા દિલોની દર્દભરી કહાણી…

*** 

કબ ક્યું ઔર કહાં (તહેકીકાત)
કલાકારો : EVM મશીનો અને હારેલા ઉમેદવારો.
આ ફિલ્મના જુજ શો માત્ર ચૂંટણીપંચની ઓફિસ આગળ જ જોવા મળશે.

*** 

હમ સબ ઉસ્તાદ હૈં
કલાકારો : નવા 182 કલાકારો !

***

- મન્નુ શેખચલ્લી

Comments