આજે મતદાનની ગીતમાલા !

આજે પહેલા તબક્કાનું મતદાન છે. મતદારોનો મિજાજ કળાતો નથી એ વાતે સૌ મુંઝવણમાં ભલે હોય… પણ એમના મનમાં શું સંગીત વાગી રહ્યું છે તેની અમને બરોબર ખબર છે ! જુઓ… સોરી, સાંભળો !

*** 

બિચારા ભાજપના વફાદાર મતદારો મતદાન કરી આવ્યા પછી ગાતા હશે :

વોટ દિયા હૈ, ટેક્સ ભી દેંગે
એ ભાજપ તેરે લિયે…’

*** 

માત્ર વફાદારી નથી, અમુક મતદારો તો અલગ જ લેવલ ઉપર છે ! તેઓ વોટ આપ્યા પછી ગાતા હશે :

ભાજપા, મૈં ને તેરે
પ્યાર મેં ક્યા ક્યા ન કિયા ?
વોટ દિયા દર્દ લિયા…
કભી પુલોં સે ગિરા હું
કભી લઠ્ઠા મેં મરા…
વોટ દિયા દર્દ લિયા !’

*** 

ઉમેદવારોમાં ડઝનબંધ ગુનેગારો છે, કરોડપતિઓ છે, ભ્રષ્ટાચારીઓ છે… છતાં જનતા વોટ આપ્યા પછી ગાશે :

માન મેરા એહસાન
અરે બેઈમાન !
કે મૈને તુજ કો દિયા હૈ વોટ !’

*** 

જે લોકોને ‘નોટ’ને બદલે ‘વોટ’ આપી રહ્યા છે એ બૂથ ઉપર જતાં પહેલાં ગાતા હશે :

વાદા કરનેવાલે ‘નોટ’ દિયે જા
નોટ કે બદલે ‘વોટ’ લિયે જા !’

*** 

બિચારા અપક્ષોને જે લોકો માત્ર અંગત સંબંધ ખાતર વોટ આપે છે તેમનું ગીત હશે :

વોટ દિયા, દેનેવાલે ને તુજ કો
ડિપોઝિટ જો ગંવાયે
તો ક્યા કીજે…?’

*** 

બાકી તમામ મતદારો એક ગીત તો જરૂર ગાશે કે…

‘યે વાદા કરો, બૂથ કે સામને
ભૂલા તો ના દોગે
મેરે વોટ કો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments