ફેસબુક મેથડથી મૈત્રી ?!!

આજકાલ મોટા ભાગના લોકોના ‘રિયલ ફ્રેન્ડ’ હોય એના કરતાં ‘ફેસબુક-ફ્રેન્ડ્ઝ’ વધારે હોય છે !

જોકે અમે તો ફેસબુક ઉપર છીએ જ નહીં પરંતુ અમને ફેસબુકની આ ફ્રેન્ડ્ઝ બનાવવાની ‘મેથડ’ બહુ ગમી ગઈ છે !
અમે એ ‘ફેસબુક-મેથડ’ વડે મિત્રો બનાવવાની શરૂઆત કરી… પછી શું થયું ? શરૂઆતથી સાંભળો…

*** 

આજકાલ હું મારું ફ્રેન્ડ સર્કલ વધારવા માગું છું મારે પણ નવા નવા મિત્રો જોઈએ જ છે. એના માટે મેં નવું ચાલુ કર્યું છે…
હું રોજ ઘરની બહાર નીકળીને કોઈ ગાર્ડનમાં કે કોઈ ચાર રસ્તે ઊભો રહીને આવતાં જતાં સૌને કહું છું કે આજે મેં શં ખાધું… શું પીધું… કેવાં કપડાં પહેર્યાં…

હું એમને એ પણ કહેતો રહું છું કે ગઈકાલે હું ક્યાં ગયો હતો, કઈ રેસ્ટોરન્ટમાં મેં ખાધું હતું, એ ફૂડ કેવું હતું…

જોકે આવું બધું સતત કીધા કરવાથી મારી તરફ ઘણા લોકોનું ધ્યાન તો ખેંચાય છે પણ હજી કોઈ મિત્ર બનવા આવતું નથી.
એટલે હવે હું આવતાં જતાં સૌને મારા ફોટા વહેંચું છું, મારા ફેમિલીના ફોટા વહેંચું છું, મારા કુતરાના ફોટા, મારા ગાર્ડનના ફોટા, મેં સવારે ખાધેલી વાનગીના ફોટા… બધાને ‘મફતમાં’ વહેંચી રહ્યો છું !

આમાં અમુક લોકોએ રસ તો બતાડ્યો પણ અમુક લોકો પૂછે છે કે શેની પબ્લિસીટી કરો છો ? કોઈ પૂછે છે, શું વેચો છો ? કોઈ પૂછે છે મફતમાં આવા ફોટા આપવા પાછળ કંઈ ‘ફ્રી સ્કીમ’ છે ?
છતાં મિત્રો તો ન જ બન્યા. એટલે હવે એક સ્ટેપ આગળ વધીને હું ચાર રસ્તે ઊભો રહીને લોકોને મારા મંતવ્યો જણાવી રહ્યો છું… મોદી વિશે હું ખરેખર શું માનું છું…રાહુલ ગાંધીની કઈ વાત સારી છે…

આમાં એક બે વાર મારે ઝગડો થઈ ગયો ! તમે એને ‘દુશ્મની’ તો ના કહી શકો, પણ છતાં ‘દોસ્તી’ ય ના થઈ !
ત્યાર બાદ મેં ગાર્ડનમાં જઈને લોકોને મેં જોયેલી ફિલ્મોના રિવ્યુ સંભળાવ્યા, મારી લખેલી કવિતાઓ સંભળાવી, ચારેક જણાને ઊભા રાખીને મેં એમને મારી લખેલી ટુંકી વારતાઓ પણ સંભળાવવાની ટ્રાય કરી !

આખરે… હવે મને ‘રિઝલ્ટ’ પણ મળી જ રહ્યું છે ! મને ચાર જણા ‘ફોલો’ કરી રહ્યા છે ! જેમાંથી બે પોલીસ છે, એક લુખ્ખો છે અને એક મારી પાડોશણનો પતિ છે 

આખરે… હવે મને ‘રિઝલ્ટ’ પણ મળી જ રહ્યું છે ! મને ચાર જણા ‘ફોલો’ કરી રહ્યા છે ! જેમાંથી બે પોલીસ છે, એક લુખ્ખો છે અને એક મારી પાડોશણનો પતિ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments