સા..રે શહેર કા લૉયન !

અગાઉ યુવાનીમાં જે હિરો તરીકે આવતા અને પીઢ વયના થયા પછી વિલનના રોલમાં મશહૂર થઈ ગયા એવા કલાકાર ‘અજીત’ આપણી વચ્ચે હયાત નથી પણ એની જોક્સ બનતી જ રહે છે… સાંભળો થોડી નવી !

*** 

અજીત મેચ-ફિક્સીંગમાં

અજીતે મેચ-ફિક્સીંગના ધંધામાં ઝંપલાવ્યું હતું. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી… છેલ્લી ઓવરમાં રસાકસી છે… અજીતે એના ચમચાને કહ્યું : ‘માઈકલ, તુમ સાઈકલ પે જાઓ ઔર બુમરાહ કો બોલો કે બાઉન્સર ડાલકાર શાદાબ કો આઉટ કર દે !’

માઈકલે સંદેશો પહોંચાડી દીધો. બુમરાહે બાઉન્સર નાંખ્યો પણ શાદાબે સિક્સર મારી દીધી !

અજીત ટેન્શનમાં ! એ બોલ્યો : ‘ટોની, તુમ પાની લેકર જાઓ ઔર બુમરાહ કો બોલો કે યોર્કર ડાલકર શાદાબ કો બોલ્ડ કર દે !’

ટોનીએ મેસેજ પહોંચાડી દીધો. બુમરાહે યોર્કર નાંખ્યો પણ શાદાબે ચોગ્ગો મારી દીધો !

હવે છેલ્લા બોલે ફક્ત બે જ રન કરવાના બાકી હતા. માઈકલ અને ટોની ટેન્શનમાં… પણ અજીત બિલકુલ ‘કુલ’ છે… ચમચાઓ પૂછે છે : ‘બોસ, અબ જાકર બુમરાહ કો ક્યા બોલેં ?’

અજીત શાંતિથી સિગારનો કશ મારીને કહે છે : ‘અબ બુમરાહ કો ક્યા બોલના ? તુમ શાદાબ કો જાકર કહો કિ તુમ્હારી માં હમારે કબજે મેં હૈ !’

*** 

અજીત ક્રિકેટ-ટીમનો માલિક

અજીતે એક ક્રિકેટ ટીમ ખરીદી લીધી. જોકે એને ક્રિકેટમાં ખાસ ટપ્પી પડતી નહોતી છતાં ટણીમાંથી હાથ કાઢે તો અજીત શાનો ?
ટીમનો મેનેજર અજીતને ગ્રાઉન્ડમાં લઈ ગયો. એણે કહ્યું : ‘યહાં પર નેટ-પ્રેક્ટીસ ચલ રહી હૈ.’
અજીત પૂછે છે : ‘ઠીક હૈ, ફિર ‘ગ્રોસ-પ્રેક્ટિસ’ કહાં ચલ રહી હૈ ?’

***

ટીમ મેનેજર બુમરાહને કહે છે ‘સર કો યોર્કર ડાલ કર દિખાઓ !’બુમરાહ યોર્કર બોલ નાંખીને સ્ટંપલા વિખેરી નાંખે છે. એ જોઈને અજીત તેના એક ગોરા ગુન્ડાને પિચ ઉપર ઉંચકીને નાંખે છે ! 
મેનેજર કહે છે : ‘યે ક્યા થા ?’
અજીત શાંતિથી કહે છે : ‘યે ન્યુ-યોર્કર થા !’

***

આગળ જતાં મેનેજર અજીતને LBWનો મિનિંગ સમજાવે છે ‘સર LBW કા મતલબ હૈ લેગ બિફોર વિકેટ.’
અજીત તરત જ મોનાને કહે છે ‘મોના ડાર્લિંગ તુમ વિકેટ કે સામને ખડી હો જાઓ !’  
મેનેજર પૂછે છે : ‘અબ યે ક્યા હૈ ?’ અજીત કહે છે : ‘ફાઈન લેગ બિફોર વિકેટ !’

***

મેનેજર અકળાયો છે છતાં ફિલ્ડીંગ પોઝિશનો સમજાવે છે : ‘સર, યહાં ફર્સ્ટ સ્લીપ હોતી હૈ, યહાં સેકન્ડ સ્લીપ હોતી હૈ, યહાં થર્ડ સ્લીપ હોતી હૈ…’
અજીત જાણે બધું સમજી ગયો હોય તેમ માથું હલાવતાં પૂછે છે ‘વો સબ તો ઠીક હૈ મગર ફિર સુબહ કહાં હોતી હૈ ?’

*** 

અજીત કવિ સંમેલનમાં

એક કવિ સંમેલનમાં અજીતને અતિથિ વિશેષ તરીકે બોલાવ્યા હતા. બધા કવિઓની કવિતાઓ સાંભળીને અજીતનું માથું પાકી ગયું હતું. એણે છેલ્લે સ્ટેજ ઉપર આવીને કહ્યું : ‘મૈં ભી અપના એક શેર પેશ કરના ચાહતા હું…’
બધા કવિઓ ઈર્શાદ… ઇર્શાદ… કરવા લાગ્યા.
ત્યાં તો અજીતે સ્ટેજ ઉપરથી પોતાનો એક વાઘ (શેર) છૂટો મુકી દીધો ! બોલો.

*** 

અજીતની બે-ઇજ્જતી

અજીત વારંવાર ફાંકામાં આવીને કહેતો ફરે છે કે ‘સા…રા શહેર મુઝે લૉયન કે નામ સે જાનતા હૈ !’
એક વાર એને એક માણસ મળી ગયો. એણે કહ્યું ‘તો ક્યા હુઆ ? તુમ્હારે જૈસે મેરે પાસ સાતસો હૈ !’ અજીત ચોંકી ગયો : ‘તુમ હો કૌન ?’
પેલો માણસ કહે છે : ‘મૈં લૉયન્સ ક્લબ કા પ્રેસિડેન્ટ હું !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment