રાજ્યે રાજ્યે ચૂંટણીના રંગ !

દરેક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ અલગ અલગ હોય છે. પંજાબમાં ‘બલ્લે બલ્લે’ હોય છે તો સાઉથ ઇન્ડિયામાં ‘અય્યો અય્યો’ હોય છે !

જરા શોર્ટમાં લિસ્ટ બનાવી જુઓ તો ફરક તરત સમજાઈ જશે…

*** 

યુપી બિહારમાં ચૂંટણી એટલે…
- તમંચા
- બંદૂકો
- દેશી કટ્ટા
- લાઠીઓ
- લઠૈત (લાઠીધારીઓ)
- ગાલી-ગલૌચ
- મારામારી
- હંગામા
અને ચૂંટણી અગાઉના છેલ્લા દિવસે…
- કિડનેપિંગ, ધમકી અને દાદાગિરી !

*** 

પંજાબમાં ચૂંટણી એટલે….
- બલ્લે બલ્લે
- ભાંગડા
- ઢોલ-તમાશા
- હલ્લા-ગુલ્લા
- તોછડી ભાષા
- મીઠા ટોણા
અને ચૂંટણીના આગલા દિવસે...
- દારૂની રેલમછેલ !

*** 

સાઉથ ઇન્ડિયામાં ચૂંટણી એટલે…
- જાડા અજગર જેવા હાર
- 30-40 ફૂટના કટ-આઉટ
- મોટાં મોટાં સરઘસ
- ટ્રકો ઉપર તોતિંગ સેટ
- શરણાઈ મૃદંગમ્ 
- લુંગી અને ગોગલ્સ
અને ચૂંટણીના આગલા દિવસે…
- જ્યુસર, મિક્સર, ટીવી અને કેશ !

*** 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી એટલે…
- ખેલા હોબે…
- કાલી માતાના કટ આઉટ
- નેતાજી સુભાષચંદ્રના પૂતળાં
- ગુન્ડાઓની ગેંગવોર
- હજારો નવરાઓની ભીડ
અને ચૂંટણીના આગલા દિવસે…
- રસાકસી, ખેંચમતાણી અને ફૂલ ડ્રામા

*** 

અને ગુજરાતમાં ચૂંટણી એટલે…
- પટેલ, કોળી, નાત, જાત…
- મોદી, મોદી, મોદી, મોદી…
- ફાફડા-ચટણી, ચવાણું- દાબેલી
- સભામાં આવીએ તો કેટલા આપશો ?
- ફૂડ-પેકેટમાં શું આપશો ?
અને ચૂંટણીના આગલા દિવસે…
- જોઈએ છીએ… આવીશું… તેલ જુઓ, તેલની ધાર જુઓ…

***

- મન્નુ શેખચલ્લી

Comments