નવી ચૂંટણીની ગીતમાલા !

ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આખા ગુજરાતમાં ધમાચકડી મચી ગઈ છે ! સાથે મનોરંજન મળતું રહે એ માટે ચૂંટણીની નવી ગીતમાલા પણ બની ગઈ છે ! લો, સાંભળો…

*** 

જે રીતે નેતાઓ ‘લોકાર્પણ’ ‘જનસંપર્ક’ અને હોસ્પિટલોની ‘સંવેદના મુલાકાતો’ લઈ રહ્યા છે એ જોઈને લોકો ગણગણી રહ્યા છે :

સલામ કિજીયે,,
આલી જનાબ આયે હૈં….
પાંચ સાલ કા દેને
વો હિસાબ આયે હૈં !

*** 

બીજી બાજુ, જેને ચૂંટણીની ટિકિટ જોઈએ છે એ લોકો પક્ષના કાર્યાલયોની બહાર લાઈન લગાવીને બેસી ગયા છે…

રાહોં મેં ખડે હૈં દિલ થામ કે
હમ હૈં દિવાને તેરે નામ કે !

*** 

પેલી બાજુ, મોદી-શાહની જે દેશ-વિખ્યાત જોડી છે તે પોતાના જ પ્લાન ઉપર મુસ્તાક છે…

જો સોચેં, જો સમજેં
વો કર કે દિખા દેં,
હમ વો હૈં જો
દો ઔર દો પાંચ બના દેં !

*** 

આ બાજુ ગુજરાતમાં પણ એક નવું ડબલ-એન્જિન છે, જેના એક એન્જિનની સ્પીડ બૂલેટ-ટ્રેન જેટલી છે અને બીજું જે નવું-નવું છે તેની સ્પીડ ગાર્ડના ડબ્બા જેવી છે ! છતાં તે જનતાને કહે છે :

ગાડી બુલા રહી હૈ
સીટી બજા રહી હૈ
ચલના હી જિન્દગી હૈ
ચલતી હી જા રહી હૈ

*** 

ગાડી તો નીકળી પડી ! પણ એના જુના ડ્રાયવરનું શું ? રૂપાણી સાહેબ ગાઈ રહ્યા છે…

મુસાફિર હું યારો,
ના ઘર હૈ ના ઠીકાના
મુઝે ચલતે જાના હૈ
બસ. ચલતે જાના…

*** 

અને રાહુલ બાબા ? એમને ના તો એન્જિનની પરવા છે ના તો ગાડીની ! એ તો બસ ચાલતા ચાલતા ગાઈ રહ્યા છે…
નન્હા મુન્હા રાહી હું…

દેશ કા સિપાહી હું…
દાહિને બાયેં, દાહિને બાંયે,
દાહિને બાંયે… થમ !

***

- મન્નુ શેખચલ્લી

Comments