લો, દિલ્હીમાં ફરી વાયુ-પ્રદૂષણ ચાલુ થઈ ગયું ! (જોકે બારેમાસ રાજકીય પ્રદૂષણ તો હોય જ છે.) ખેડૂતો પરાળી બાળતાં બાળતાં, અને બીજાં લોકો પોતાનો જીવ બાળતાં બાળતાં જુનાં છતાં નવા ટ્વિસ્ટવાળાં ગાયનો ગાઈ રહ્યાં છે ! સાંભળો…
***
દિલ્હીની આસપાસ ખેતરોમાં દર વરસની જેમ પરાળી સળગાવી રહેલા ખેડૂતો જોશભેર ગાઈ રહ્યા છે… (‘હવા-હવા’ની ધૂનમાં)
હવા-હવા… એ હવા…
ધૂમ્મસ બઢા દે !
ફૂલી ફૂલી… યે ફૂલી
સાંસે દબા દે !
ના હમ તો હટેંગે
ઇસ બાર જલા દે
પરાળી જલા દે !
હર સાલ જલા દે…
***
દિલ્હીના લોકો તો બિચારા ટેવાઈ જ ગયા છે. એમને માટે તો આ ‘સિઝનલ’ છે ! તેઓ ગાઈ રહ્યા છે… (‘ઠંડી હવા કાલી ઘટા’ની ધૂનમાં)
કાલી હવા, મૈલી ઘટા
આ હી ગઈ ઝૂમ કે
માસ્ક બિના ડોલે સભી
પોલ્યુશન કી ધૂન પે !
***
પ્રદૂષણ એટલું બધું છે કે અમુક વિસ્તારોમાં ધોળે દહાડે ઘરની લાઈટો ચાલુ રાખવી પડે છે ! આવા સમયે દિલ્હીની હવા વધુ એક ગાયન ગાઈ રહી છે…
બિજલી જલાને,
મૈં હું આઈ !
કહતે હૈં મુજ કો
હવા-તબાહી !
***
છેલ્લે જમુના કિનારે એક ફકીર જિન્દગીની ફિલોસોફી સમજાવતો એક ગીત લલકારી રહ્યો છે…
યે હવા, યે નદી કા કિનારા
પોલ્યુશન કા હૈ સારા નજારા
કહ રહા હૈ બે-ખબર
હો સકે તો બંધ કર
અપના ચહેરા, અપની આંખે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment