થોડા રેન્ડમ વિચારો... !

‘રેન્ડમ’ એટલે કોઈ લોજિકમાં નહીં, કોઈ ક્રમમાં નહીં, કોઈ તર્કમાં નહીં અને કોઈ ટાઈપની અક્કલમાં પણ નહીં…
પ્રસ્તુત છે એવા થોડા ‘રેન્ડમ’ વિચારો જે આમ તો સ્ટુપિડ છે છતાં સેન્સિબલ છે !

*** 

રેન્ડમ વિચાર – (1)
તમે માર્ક કર્યું હશે કે તમારી ઓળખીતી સુંદર સ્ત્રીઓ તમને ત્યારે જ નજરે ચડે છે જ્યારે તમારી પત્ની આસપાસમાં જ હોય !

*** 

રેન્ડમ વિચાર – (2)
ભલે તમે રોજ ઓફિસે ટાઇમસર જતા હો, પણ જે દિવસે અમસ્તા જ આળસ કરીને મોડા પહોંચો એ જ દિવસે તમારો બોસ વહેલો આવી ગયો હશે !

*** 

રેન્ડમ વિચાર – (3)
જો રૂપિયા ખરેખર ઝાડ ઉપર ઉગતા હોત તો બધી છોકરીઓ વાંદરા જોડે જ સેટિંગ પાડતી હોત !

*** 

રેન્ડમ વિચાર – (4)
એકલા એકલા બેસીને દારૂ પીવામાં એક જ પ્રોબ્લેમ થાય છે… કોઈની સાથે ઇંગ્લીશમાં વાતો શી રીતે કરવી ?

*** 

રેન્ડમ વિચાર – (5)
‘અડધી રાતે પણ કંઈ કામ હોય તો મને યાદ કરજે’ એવું કહેનારને તમે અડધી રાતે ફોન કરો તો પહેલાં ‘નો રિપ્લાય’ આવે છે, પછી બે રીંગ વાગીને ‘કટ’ થઈ જાય છે અને પછી ‘સ્વીચ ઓફ’ બતાવે છે !

*** 

રેન્ડમ વિચાર – (6)
જે ઉંમરમાં મારા અને તમારા દૂધિયા દાંત તૂટી જતા હતા એ ઉંમરમાં તો આજકાલનાં બચ્ચાંઓના દિલ તૂટી જાય છે !

*** 

રેન્ડમ વિચાર – (7)
આજકાલના જુવાનિયાઓને ભારે હાર્ટ-એટેક ત્યારે આવી જાય છે જ્યારે રાતે બે વાગે એની ગર્લફ્રેન્ડનો ફોન ‘આઉટ-ઓફ-કવરેજ’ જતો રહેલો બતાડે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments