આવનાર વર્ષમાં તમારું સ્વાસ્થ્ય સારું રહે, ધનની વર્ષા થતી રહે અને આનંદ જ આનંદ રહે એવી શુભકામનાઓ આપવી તો સહેલી છે પણ બધાને ફળતી નથી !
એટલે અમે થોડી એવી શુભકામનાઓ લઈ આવ્યા છીએ જેની ફળવાની શક્યતા 100 ટકા છે !
***
બહેનો માટે શુભેચ્છાઓ
તમે ગમે એટલું ખાઓ… તમારું વજન જ ના વધે !
***
અને તમે એક જ એકટાણું કરો એમાં તો ત્રણ કિલો વજન ઘટી જાય !
***
આખા વરસ દરમ્યાન તમને પાણીપુરીવાળો દસ ટકા ડિસ્કાઉન્ટ આપે !
***
અને ભલે કેજરીવાલ ન જીતે, છતાં તમને આખું વરસ બ્યુટિ પાર્લરોના ખર્ચ માટે હજાર-હજાર રૂપિયા મળતા રહે !
***
ભાઈઓ માટે શુભેચ્છાઓ…
તમારી કામવાળીની તબિયત બારે મહિના સારી રહે ! (જેથી તમારે ‘એકસ્ટ્રા ડ્યુટી’ ના કરવી પડે)
***
અણીના સમયે તમારી પત્નીને તમારું પાકિટ મળે જ નહીં !
***
અને અમસ્તાં અમસ્તાં કિચનમાં ડબ્બા ફંફોળતા તમને 200-500 રૂપિયા હાથ લાગી જાય !
***
કર્મચારીઓ માટે શુભેચ્છાઓ…
આ વરસે તમને કામ ઓછું અને પગાર વધારે મળે !
***
એટલું જ નહીં, પગાર વધારે મળે તેની ખબર પત્નીને ના પડે !
***
બોસને ઓફિસનું પોલિટિક્સ નડે ! અને તમને વગર પોલિટિક્સે પ્રમોશન મળે !
***
એ તો ઠીક, જ્યારે જ્યારે તમારે ઓફિસમાંથી ગુટલી મારવી હોય ત્યારે ખરેખર કોઈ સગું-વ્હાલું હોસ્પિટલમાં દાખલ થયું હોય !
***
અને દરેક ગુજરાતીને શુભેચ્છા…
કે આ ચૂંટણીમાં તમને તમારા મતની સાચી ‘કિંમત’ મળે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment