બાંગ્લાદેશનો ભવ્ય ઇન્ડેક્સ !

‘એઈ દેખો !’ એક બાંગ્લાદેશીએ બીજા બાંગ્લાદેશીને છાપું બતાડતા કહ્યું : ‘આમાર બાંગ્લાદેશ ઝિન્દાબાદ !’

‘કી હોલો ?’ 

બીજા બાંગ્લાદેશીએ એ છાપું હાથમાં લીધું.
હકીકતમાં એ આખું છાપું નહોતું. આ તો જે ખાંડ ખરીદીને લાવ્યા હતા એ પડીકાનું કાગળ હતું. બીજો બાંગ્લાદેશી પડીકાનું કાગળિયું ફંફોસતો હતો ત્યાં પહેલાએ આંગળી ચીંધીને બતાડ્યું.

‘એઈ દેખો ! બાંગ્લાદેશ ઇન્ડિયા સે આગે ચોલે ગાચ્છે !’

‘કિધોર ? કિધોર?’

‘એઈ ન્યુઝ પોઢો ! એખાને લિખા હાય કિ યુનાઇટેડ નેશન્સ કા સોરવે મેં ઇન્ડિયા હંગર ઇન્ડેક્સ મેં બહુત પીછુ હાય !’

‘હંગર ઇન્ડેક્સ, માને ?’

‘માને…’ પહેલા બાંગ્લાદેશીએ સમજાવ્યું ‘ઇન્ડિયા મેં બાંગ્લાદેશ સે જ્યાદા ભૂખમરી હાય !’

‘અચ્છા ?’

‘તુમિ જાનિ ના ?’ પહેલાએ છાતી ફૂલાવીને કહ્યું. ‘બાંગ્લાદેશ તો કરપ્શન મેં ભી ઇન્ડિયા કો પીછુ છોડ દિયા.’

‘માને ?’ 

‘માને… ઇન્ડિયા મેં બાંગ્લાદેશ સે ભ્રોષ્ટાચાર ભી જ્યાદા હાય !’

‘અચ્છા ?’ 

‘આર કી ? બાંગ્લાદેશ ઇન્ડિયા સે બહુત આગે ચોલે ગાચ્છે ! ઇન્ટરનેશનલ સોરવે મેં જો હૈપ્પી ઇન્ડેક્સ હાય, વો બી યેહી બોલે છે.’ 

‘કી બોલે છે ?’

‘કી, બાંગ્લાદેશ કા લોગ ઇન્ડિયા કા લોગ સે જ્યાદા સુખી હાય !’

‘અચ્છા?’

‘હાં, ઔર ઇન્ડિયા મેં બેરોજગારી ભી જ્યાદા હાય !’

‘અચ્છા ?’ 

હવે બીજો બાંગ્લાદેશી માથું ખંજવાળતાં બોલ્યો ‘તો ફિર હમ બાંગ્લાદેશ મેં વાપસ ક્યું નહીં ચલા જાતા ?’

‘ક્યું કિ ઇન્ડિયા મેં હમરા મોતદાર કાર્ડ બન ગયા, રેશનકાર્ડ બન ગયા, મુફ્ત કા અનાજ મિલતા હાય, ચોરી કા બીજલી મિલતા હાય… તો બાંગ્લાદેશ વાપસ ક્યું જાયેગા ?’ 

‘હાં… ઔર જાયેગા તો ઉધર કા ઇન્ડેક્સ ભી બિગડ જાયેગા ના !’ 

***

- મન્નુ શેખચલ્લી

Comments