બબ્બે વરસ તડપાવ્યા બાદ આવેલી નવરાત્રિમાં ‘પાસ’નું એટલું જ મહત્ત્વ છે. જેટલું જુની ફિલ્મોમાં ગાયનોનું રહેતું હતું ! એટલે પ્રસ્તુત છે નવી પાસ-ગીતમાલા…
***
સ્પોન્સરરો આવીને પ્રજા આગળ પોતાની જાહેરાત કરતાં ગાઈ રહ્યા છે…
પૈર જો તેરા ટકરાયે
ઔર ડાંડીયા છૂટ જાયે
તો આજા લે લે
‘પાસ’ હમારે…
કાહે ગભરાયે, કાહે ગભરાયે…
***
ગર્લફ્રેન્ડ એના પાલતુ બોયફ્રેન્ડોને પ્યારભરી ધમકીઓ આપતાં ગાઈ રહી છે…
મેરે ‘પાસ’ લાઓ
નજર ભી મિલાઓ
ઈસી મેં તુમ્હારી
‘લહાણી’ ભી મિલેગી !
***
અરે, ડોક્ટર પ્રિસ્ક્રીપ્શન લખી આપતાં દર્દીને કહે છે..
‘પાસ’ લે લો તબિયત
સુધર જાયેગી
કોરોના કી બિમારી
ભી ટલ જાયેગી !
***
અમુક છોકરીઓ એવી હોય છે કે જ્યાંથી મળે ત્યાંથી ‘પાસ’ ભેગા તો કરી લે છે પણ પછી છોકરાઓને ટટળાવતી ફરે છે. એની સામે છોકરા ફરિયાદ કરે છે :
પલ પલ ગિન કે ‘પાસ’
તુમ રખતી હો
જીવન ભર કા ત્રાસ
તુમ દેતી હો !
***
પ્રેમી પ્રેમિકાને ગાયનમાં જીવનભરના સંગાથનો વાયદો કરી રહ્યો છે…
ચાહે ‘પાસ’ હો,
ચાહે ‘ટિકીટ’ હો
મેરી ‘ડેટિંગ’ કી તુમ
તકદીર હો !
***
છેવટે બ્રેક-અપ થઈ ગયું છે એવી એક યુવતીનું કરૂણ ગાયન પણ સાંભળી લો…
મેરા કુછ સામાન
તુમ્હારે પાસ પડા હૈ
ઓઢણી મેં કુછ
ભીગે ભીગે ઝાંઝર ભી હૈં
ઔર ચોલીમેં લિપટા
‘સિઝન પાસ’ ભી હૈ
વો ‘પાસ’ લૌટા દો
મેરા વો સામાન
લૌટા દો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment