આપણા મોબાઈલમાં સવાર સવારે જે સુવિચારો ટપકી પડે છે એનાથી ભારતનાં દિમાગોમાં થોડી ઘણી અસર પણ થતી હશે ખરી ?
મિત્રો, સુવિચારો વિશે પણ સુવિચાર કરવાનો સમય પાકી ગયો છે ! જેમકે…
***
મિત્ર, આજનો મારો સુવિચાર….
….
….
ઓરીજીનલ નથી !
કેમ કે સવાર સવારના ટોઇલેટમાં બેઠાં બેઠાં નવો સુવિચાર કરવાને બદલે સુવિચાર ‘ફોરવર્ડ’ કરવાનું વધારે સહેલું છે !
***
એકસો ને પચીસમાં વાર આવેલું સુંદર ‘પ્રેરણાત્મક’ વાક્ય…
….
….
‘ડિલીટ’ કરવાની જ પ્રેરણા આપી શકે છે !
***
જો તમે મારો આ સુવિચાર ડિલીટ કરશો તો…
….
….
તો તમે શું તોડી લેવાના ?
તમારું, ઈન-બોક્સ ?
***
મિત્ર,
હું તમને છેલ્લા એક વરસથી રોજ એક સારો વિચાર મોકલીને તમને સુધરવાની પ્રેરણા આપી રહ્યો છું….
….
….
છતાં યાર,
તમે હજી યે સુધર્યા નથી ?
***
જો તમને લાગતું હોય કે સુવિચારોનો ફેલાવો કરવા છતાં દુનિયામાં 1 ટકાનો પણ ફેર પડવાનો નથી, તો…
….
….
તો આ મેસેજ બીજા 20 જણાને ફોરવર્ડ કરવાને બદલે.
….
બીજા 40 જણાને ફોરવર્ડ કરો !
આમેય,
શું ફેર પડવાનો છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment