મહાનુભાવો વિવિધ મોબાઈલ મોડમાં !

દેશમાં 5G તો જ્યારે આવશે ત્યારે આવશે પણ હાલમાં જે સેલિબ્રિટીઓ છે એમના મોબાઈલ ઓલરેડી વિવિધ મોડમાં ગોઠવાઈ ચૂક્યા છે ! જુઓ…

*** 

સોનિયા ગાંધી
હાલમાં સ્વીચ-ઓફ આવે છે.

રાહુલ ગાંધી
રોમિંગ મોડમાં છે. પોતાનો જ ટાવર લઈને ફરી રહ્યા છે.

ગુલામ નબી આઝાદ
જુની કંપનીનું સબ-સ્ક્રીપ્શન છોડી દીધું છે. બીજી કંપનીનો ડેટા સસ્તામાં શોધી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ
જબરજસ્ત ‘વાયબ્રેટ’ મોડમાં છે ! સાથે સાથે ‘સ્પીકર’ પણ ફૂલ ઓન છે !

નિતિશ કુમાર
જુદી જુદી કંપનીઓના નેટવર્કનું મર્જ કરીને ઉપર પોતાની બ્રાન્ડનું ‘લેબલ’ ચોંટાડવાના પેતરામાં છે.

મમતા બેનરજી
ડેટા ‘લીક’ થવાના પ્રોબ્લેમ્સ છે છતાં ફોન ‘હેક’ થઈ રહ્યો છે એવી કમ્પ્લેઈન કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી
હાલમાં સાયલેન્ટ મોડમાં છે. પ્રોફાઈલ પિક પણ ઘણા વખતથી બદલાયું નથી.

લાલુ યાદવ
બેટરી ‘રિ-ચાર્જ’ થઈ રહી છે !

દિગ્વીજય સિંહ
બેટરી બિલકુલ ‘ડાઉન’ છે !

શશી થરૂર
‘સોશિયલ’ એકાઉન્ટોમાં હજી એટલા જ ચાહકો છે…

મોદી સાહેબ
જાતજાતનાં નવાં નવાં ફિલ્ટરો વડે સતત ‘ઇમેજ રિઝોલ્યુશન’ વધારવામાં પડ્યા છે.

નિતીન ગડકરી
ફોનની ‘સેફ્ટી’ માટે સીટ બેલ્ટ શોધી રહ્યા છે !

ભૂપેન્દ્રભાઈ પટેલ
સતત ‘કોન્ટેક્ટ લિસ્ટ’ અપ-ડેટ કરવું પડે છે.

વિજય રૂપાણી
‘સ્માર્ટ ફોન’માંથી હવે માત્ર ‘વેબસાઈટ’ બની જવાની શક્યતા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments