દિલ્હીમાં નોઈડા વિસ્તારના બે ટાવરને બપોરે 2.30 વાગે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. નવાઈની વાત એ છે કે ન્યુઝ ચેનલો ઉપર એનું ‘લાઈવ’ પ્રસારણ છેક સવારે 9.00 વાગ્યાથી ચાલુ થઈ ગયું હતું !
આ સિવાય પણ એની બીજી જોક્સ સાંભળવા જેવી છે…
***
એક ચેનલનો રિપોર્ટર ચીસો પાડી પાડીને કહેતો હતો કે ‘ટ્વિન ટાવર કે સબ સે જ્યાદા નજદીક પહુંચનેવાલી હમારી ચેનલ કી યે હૈ ખાસ રિપોર્ટ…’
અને એ જ ચેનલ ઉપર સ્ક્રોલ પટ્ટી ચાલી રહી હતી કે ‘અપની સલામતી કે લિયે ટાવર સે હો સકેં ઉતના દર રહેં !’
***
આ ઘટનાથી અમેરિકાના 9/11વાળા ટ્વિન ટાવર્સની ઘટના યાદ આવી ગઈ…
પણ તમે જુઓ, આપણે કેટલા ‘આત્મનિર્ભર’ થઈ ગયા છીએ !
આપણે આવા ટાવર જાતે જ ઊભા કરીએ છીએ (ભ્રષ્ટાચારથી)
અને જાતે જ તોડી પાડીએ છીએ (ભ્રષ્ટાચાર સામેની ‘લડત’ બતાડવા.)
***
‘અલ-કાઈદા’ના એક કમાન્ડરને આ ટ્વિન ટાવર્સ તોડી પાડવાના ન્યુઝ મળ્યા તો એ બિચારો વિચારમાં પડી ગયો !
‘અચ્છા ? મતલબ કિ, ટાવર ગિરાને સે પહલે અંદર સે ઇન્સાનોં કો બાહર ભી નિકાલના હોતા હૈ ?’
***
જોકે, 12 સેકન્ડના આ ખેલ વડે તમામ ન્યુઝ ચેનલોનાં TRP રેટિંગ 12 ટકા વધી ગયાં… પણ સરકારનો ‘સ્વચ્છતા’ ઇન્ડેક્સ માત્ર 1.2 ટકા વધ્યો છે !
***
જ્યારે પાકિસ્તાનના લોકોને ખબર પડી કે બે ટાવર તોડવા માટે જે દારૂગોળો વપરાયો તે 3 અગ્નિ મિસાઈલ, 12 બ્રહ્મોસ મિસાઈલ અથવા 4 પૃથ્વી મિસાઇલ જેટલો હતો…
- ત્યારે એ લોકોને ખરેખર હાશ થઈ કે ‘હવે ભારત મિસાઈલ હુમલા કરે તોય શું તોડી લેશે ? બે ટાવર્સ જ ને ?’
***
જોકે ટાવરની આજુબાજુ રહેનારા લોકોનું ખરું ટેન્શન હવે વધવાનું છે ! કેમકે આખા ઘરમાં ઘૂસી ગયેલી ધૂળને સાફ કરવા માટે કામવાળીઓ પાંચ ગણા પૈસા માગી રહી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment