છોકરીઓના IT પ્રકારો !

જમાનો કોમ્પ્યુટરોનો છે. એક જમાનામાં કોઈ વાત્સાયન નામના ઋષિએ કન્યાઓના વિવિધ પ્રકારો પાડેલા… જેમકે, પદ્મિની, હસ્તિની, કામિની, ગજગામિની વગરે.
પરંતુ આજના જમાનામાં છોકરીઓની સરખામણી કોમ્પ્યુટરો સાથે કરી શકાય છે ! જુઓ…

*** 

(1) રીડ ઓન્લી મેમરી છોકરીઓ
આ ટાઈપની છોકરીઓ તમારી સાથે હોય ત્યાં સુધી ઠીક છે, પણ જેવી બીજા બોયફ્રેન્ડ પાસે જાય કે તરત તમારી ‘મેમરી’ ડિલીટ કરી નાંખે છે !

*** 

(2) સ્ક્રીન-સેવર છોકરીઓ
માત્ર દેખાવ પુરતી સારી લાગે છે પરંતુ જેવી એની ફાઈલો ખુલે કે તરત અંદરથી કંઈ બીજી જ નીકળે છે !

*** 

(3) મલ્ટી-ફિલ્ટર છોકરીઓ
સાવ ઓર્ડીનરી દેખાવ હોય છતાં એનું ‘પ્રેઝન્ટેશન’ એટલું જોરદાર લાગે છે કે ભલભલા ઓનલાઇનમાં ભેરવાઈ પડે છે !

*** 

(4) સોફ્ટ-વેર છોકરીઓ
એમની ઉઠાંતરી (પાયરસી) કરવામાં સૌને રસ પડે છે ! છતાં નવું વર્ઝન આવતાંની સાથે જ જુનું વર્ઝન કોઈ સુંઘતું પણ નથી !

*** 

(5) હાર્ડ-ડિસ્ક છોકરીઓ
એમની મેમરીમાં બધું જ સ્ટોર થતું રહે છે. તમારી બર્થ-ડેટ, તમારાં પ્રોમિસ, તમારી ભૂલો, તમારી આવક, તમારા ખર્ચા અને તમારી ‘હિસ્ટ્રી’ પણ !

*** 

(6) વેબસાઈટ છોકરીઓ
જુની થઈ ગયેલી લાગે છે. મહિનાઓ સુધી અપ-ડેટ થતી નથી. હોમ-પેજમાં કોઈ નવાં ફીચર્સ આવતાં નથી અને બહુ આસાનીથી ‘હેક’ થઈ શકે છે !

*** 

(7) વાયરસ છોકરીઓ
એક વાર તમારી સિસ્ટમમાં દાખલ થઈ જાય પછી તમને સંપૂર્ણપણે બરબાદ કરી નાંખે છે ! આને અમુક લોકો ‘પત્ની’ પણ કહે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments