આજકાલ ED રાજકારણીઓની પાછળ પડી છે. પણ જરા વિચારો જો EDવાળાં આજની ફિલ્મી હસ્તિઓના ઘરે દરોડા પાડવા માંડે તો… કેવા કેવા સીન જોવા મળે ?
***
અક્ષયકુમાર
અક્ષયકુમારને ઘરે દરોડા પડે તો એ ઊંચા અવાજે બૂમો પાડવા માંડે ! ‘અરે કમીનોં, જરા તો શરમ કરો ? જિસે તુમ ‘ગોલ્ડ’ સમજ રહે હો વો મેરી એક ફિલ્મ કી DVD હૈ ! ઔર મેરે ‘ટોઇલેટ’મેં પ્રેમકથા સિવા કુછ નહી હૈ ! જો ભી પૈસા બચા થા વો બોક્સ-ઓફિસ નામ કી બહનેં ‘રક્ષાબંધન’ કી ગિફ્ટ સમજ કે લે ગઈ હૈં…’
***
અજય દેવગણ
ક્યા ઢૂંઢ રહેં હો ? કીચનમેં કેવલ રાઇસ કા દાના હૈ, ‘કેસર’ કા નહીં ! મેરી સારી ઇન્કમ ‘રન-વે 34’ સે રન-અવે હો ચૂકી હૈ !
***
આલિયા ભટ્ટ
મેરે પાસ પૈસે હોતે તો મૈં કુછ ખા કર થોડી હેલ્ધી નહીં રહતી ? અબ તો મૈં રણબીર કી ‘ડાર્લિંગ્સ’ ભી નહીં રહી. અગર કુછ ખોજના ચાહતે હો તો જેક્વેલિન કે ઘર જાઓ ના ? વો સુરેશ કી ‘ડાર્લિંગ્સ’ થી !
***
સની લિઓન
એના ઘરે EDવાળા પહોંચે ત્યારે સની લિઓનને જોતાંની સાથે આંખો પહોળી કરીને ડઘાઈ ગયા હોય ! ત્યારે સની લિઓન કહેશે : ‘દેખ લો ? મૈં ને કભી કિસી સે કુછ ભી છુપાયા હૈ ?’
***
દિપીકા પાદુકોણ
દિપીકાને ઘેર દરોડા પાડવા ગયેલા EDના અફસરો રણવીરને જોઈને જ પાછા જતા રહેશે ! કહેશે કે ‘બિચારો કંગાળ થઈ ગયો છે ! કપડાં પણ ઉતરી ગયાં છે એટલે હવે બૈરીના કપડાં પહેરવા પડે છે !’
***
આમિર ખાન
મિસ્ટર પરફેક્શનિસ્ટ EDને સલાહ આપશે : ‘દેખિયે, આપ કો ઠીક સે રેઇડ કરની નહીં આતી ! આપ વાપસ જાઈએ, પ્રેક્ટિસ કિજીયે, ઔર ફિર દો સાલ બાદ આઈયે… તબ તક મૈં શાયદ દેશ છોડ ચૂકા હુંગા…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment