પેલા અલ-કાઈદાના વડા જ્વાહિરીના ગયા પછી ત્યાં જગ્યા ખાલી પડી છે ! બોલો છે કોઈને ઇન્ટ્રેસ્ટ ?
નોકરીના ક્વોલિફીકેશન્સ તથા બીજી રિક્વાયરમેન્ટો આ મુજબ છે :
***
(1) નોકરીના કલાકો નક્કી નથી પણ બારે મહિને ક્યાંક ને ક્યાંક છૂપાતા રહેવું પડશે.
(2) જીવતા હોવાના પુરાવા તરીકે મહિને બે મહિને એકાદ વિડીયો રિલીઝ કરવાની છૂટ મળશે.
(3) બાલ્કનીમાં કે ધાબે ફરવાની છૂટ નથી ! ખબર છે ને ?
(4) સૌથી અગત્યનું… મિનિમમ 200 કરોડનો વીમો ઉતરાવી લેવો. કેમકે અમેરિકા તમારી બાતમીના બદલામાં એટલી જ રકમનું ઇનામ જાહેર કરશે.
(5) બાર પાસપોર્ટ અને ફોટા સાથે અરજી કરવી. (હા, બરાબર વાંચ્યું… ‘બાર પાસપોર્ટ ફોટા’ નહીં પણ ‘બાર દેશના પાસપોર્ટમાં લગાડેલા ફોટા’ જોઈશે.)
(6) દાઢીની લંબાઈ કેટલી છે ? તે માપીને અલગથી તેનું સર્ટિ. રજુ કરવાનું રહેશે.
(7) અરજીની સાથે મિનિમમ 12 એવી વ્યક્તિના ફોટા રજુ કરવા જે તમારા ડુપ્લીકેટ તરીકે કામમાં (એટલે મરવાના કામમાં) આવી શકે.
(8) ડુપ્લીકેટોનો કોઈ વીમો ઉતારવમાં આવશે નહીં. એ કામ તમારે તમારા ખર્ચે અને જોખમે કરવાનું રહેશે.
(9) કામનો અનુભવ બતાડવા માટે મિનિમમ 300 નિર્દોષ માનવીઓનાં ડેથ-સર્ટિફીકેટો રજુ કરવાનાં રહેશે.
(10) મિનિમમ 10 હ્યુમન રાઈટ્સ સંસ્થાના ભલામણપત્રો પણ જોઈશે.
(11) ભારતના 100 જેટલા બુધ્ધિજીવીઓ પાસે લખાવીને લાવવું કે તમે ‘આખરે તો માનવી’ જ છો !
(12) બ્રિટનના પ્રિન્સ અથવા શાહી પરિવાર સાથેના નાણાંકીય સંબંધો ધરાવનારને પસંદગીમાં અગ્રિમતા મળશે.
અને (13) ભારતની ન્યુઝ ચેનલોને તમારો ઇતિહાસ, ભૂગોળ, આગલો જનમ, પાછલો જનમ તથા બીજી તમામ ખુફીયા કરમ-કુંડળીઓ આપી દેવી પડશે !
***
- મન્નુ શેખચલ્લી
ચીન અને યુનો ના કોઈ સર્ટિ. કામમાં નહી આવે.
ReplyDelete
ReplyDeleteદદ્દુ