આ શ્રાવણ મહિનામાં ‘રિમઝિમ ગિરે સાવન…’ અને ‘આયા સાવન ઝૂમ કે’… જેવાં ગાયનો સાંભળીને થાક્યા હો તો આવો, ફિલ્મી ગાયનો અને શાયરીઓનું નવું ‘શ્રાવણ રિ-મિક્સ’ સાંભળો !
***
સાવન કા મહિના
પવન કરે શોર
વાહ વાહ
સાવન કા મહિના
ને, પવન કરે શોર…
સાબુદાણાની ખિચડી
યે દિલ માંગે મોર !
***
સાવન મેં લગ ગઈ આગ
કે દિલ મેરા હાય…
બોલો,
સાવન મેં લગ ગઈ આગ
કે દિલ મેરા હાય…
બાટલીના ભાવ છે ડાઉન
પણ મહિના લગી શું થાય ?
***
કૈસો પાપી સાવન આયો
સાવન આગ લગાયે રે…
સંભાળજો,
કૈસો પાપી સાવન આયો
સાવન આગ લગાયે રે…
છોકરીઓ ચાલી મંદિરે
ને છોકરાઓ લાઈન મારે રે !
***
અબ કે સજન સાવન મેં
આગ લગેગી બદન મેં…
તો શું કરશો ?
અબ કે સજન સાવન મેં
આગ લગેગી બદન મેં…
એસિડીટી બઢી ઉપવાસ સે
‘ડાઈજીન’ જેબ મેં રખના રે !
***
મેરે નૈના સાવન ભાદોં
ફિર ભી મેરા મન પ્યાસા…
સાચી વાત છે,
મેરે નૈના સાવન ભાદોં
ફિર ભી મેરા મન પ્યાસા…
ઉપવાસ ગયા તેલ લેવા
ખાઈ નાંખો ઈડલી-ઢોંસા !
***
લગી આજ સાવન કી
ફિર વો ઝડી હૈ
સંભાળજો…
લગી આજ સાવન કી
ફિર વો ઝડી હૈ…
પત્તાનાં જુગારમાં ફરી
પંજો, સત્તો ને તીડી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment