ગઈકાલે શરૂ કરેલો ‘હૉટ’ શાયરીઓનો મુશાયરો આજે આગળ વધારીએ ? આજની શાયરીઓની ખાસિયત એ છે કે એમાં બબ્બે શાયરીઓ છે ! એકમાં સવાલ છે, બીજીમાં જવાબ છે…
***
પહેલાં કવિ આપણને સવાલ કરે છે, એ સાંભળજો…
ક્યું ભડક ઊઠે હૈ શોલે
આશિક કે બદન સે ?
પછી એનો જવાબ પણ સાંભળજો, હસવું નહીં રોકી શકાય ! જવાબ છે…
ખુલી સડક પે ઉસને
‘નાગિન ડાન્સ’ જો કિયા થા !
***
આજકાલ મેરેજ સિઝન ચાલે છે એટલે આવું તો થવાનું ! પણ અહીં તો એક આરોપ છે…
હસીના પે માશુક કે કત્લકા
ઈલ્ઝામ ક્યું હૈ ?
તો ભૈશાબ, જવાબ પણ સાંભળી જ લેજો કે…
નાગિન ડાન્સ પે બાર બાર
‘વન્સ મોર’ જો દિયા થા !
***
ત્યાર બાદ કવિ અહીં એક અજબ ટાઈપની સમસ્યા લઈ આવ્યા છે ! સાંભળો…
કહતે હૈં લોગોં કો
મુહબ્બતને મારા,
હમ કો તો જાલિમ
પસીને ને મારા !
હેં ? અલ્યા, આવું તે વળી શી રીતે થયું ? તો જવાબ પણ સાંભળી લો…
જબ ઘુંઘટ ઉઠાયા દુલ્હન કા
હોરર કા સીન થા
પસીને સે ઉસ કા
મેકપ પિઘલ ગયા થા !
***
છેલ્લી શાયરી તો જાતે જ વાંચીને કલ્પના કરી લેજો કે…
કૈસી બદ-સલૂકી કી હૈ
મૌસમ ને દિલવાલે સે
આગ કા ગોલા હારા હૈ
સિર્ફ દસ રૂપિયે કે પ્યાલે સે
હમ ઉન કે લિયે ગેસ કા
સિલિન્ડર લાતે રહે…
વો દિલ દે બૈઠી હૈ
કિસી બરફ-ગોલેવાલે સે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment