ફિલ્મી કવિનો ઉનાળો !

‘ધૂપ મેં નિકલા ના કરો રૂપ કી રાની, ગોરા રંગ કાલા ન પડ જાયે’… ફિલ્મ ગીતકારોએ આવાં એકાદ બે ગીતો જ ઉનાળા માટે નથી લખ્યાં ! જુઓ..

*** 

 ‘પાની મેં જલે મેરા ગોરા બદન, પાની મેં…’
અહીં કવિની પ્રેમિકા નહાવા બેઠી છે પણ નળમાંથી ચામડી દાઝી જાય એવું ગરમાગરમ પાણી આવી રહ્યું છે !

*** 

‘જાને ક્યા પિલાયા તૂને, બડા મઝા આયા…’
અહીં કવિએ પ્રેમિકાને મોંઘા ભાવના લીંબુનું તાજું શરબત બનાવીને પીવડાવ્યું લાગે છે !

*** 

ચિરાગ દિલ કા જલાઓ, બહોત અંધેરા હૈ…’
અહીં કવિના ઘરમાં લાઈટ ગઈ છે અને મીણબત્તી સળગાવવા માટે માચિક મળતી નથી !

*** 

આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે….’
અહીં કવિની ચંપલ મંદિર પાસેથી ચોરાઈ ગઈ છે અને બૂટના તળિયા ઘસાઈને એમાં કાણું પડી ગયું છે ! ડામર રોડ પર ચાલવું શી રીતે ?

*** 

રૂખ સે જરા નકાબ હટા દો, મેરે હુજુર..’
અહીં કવિ સામેથી સ્કુટી ઉપર આવી રહેલી ચાર યુવતીઓમાથી પોતાનાવાળી ઓળખી શકતા નથી કેમકે બધીએ મોં ઉપર દુપટ્ટા બાંધી રાખ્યા છે !

*** 

‘રૂપ તેરા દેખ કર આઈના પિઘલ ગયા…’
અહીં કવિની પ્રેમિકાના ચહેરાનો મેકપ પરસેવાના કારણે પીગળીને એના રેલા ઉતરી રહ્યા છે !

*** 

‘તુઝે ચાંદ કે બહાને દેખું, તુ છત પર આ જા ગોરિયે..’
અહીં ગરીબ કવિ ધાબા ઉપર સૂતા છે અને પ્રેમિકા એસી રૂમમાં ઊંઘી ગઈ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments