આવા ઉનાળામાં જે લખાય તે શાયરીઓ ‘હૉટ’ જ હોય ! છતાં મજા ત્યારે આવે જ્યારે તેનો રસાસ્વાદ કરવામાં આવે ! સાંભળજો…
***
‘ક્યું ખામોખાં જલાયે દિલ
તેરે મયખાને મેં ?’
કવિ પેલી સાકીને પૂછે છે કે બહેન, તારા મયખાનામાં આવીને ખાલી ખાલી દિલ શા માટે જલાવવાનું ? કેમકે-
‘યહાં જલજલા સા નિકલતા હૈ
મેરે હી ગુલસખાને સે !’
ગુસલખાના એટલે બાથરૂમ ! કવિ કહે છે કે જ્યાં અહીં મારા ઘરના જ બાથરૂમમાંથી લાવારસ જેવું પાણી નીકળે છે, તો ત્યાં આવીને દિલ શા માટે જલાવવાનું ?
***
કવિએ પ્રેમિકાને મળવા માટે ક્યાંક બોલાવી હશે પણ એ પોતે જ ના જઈ શક્યા ! શા માટે ? તો સાંભળો…
‘ક્યું પૂછતી હો હમ સે
ક્યું આયા ન ગયા ?
હમારે હી સ્કુટર કી સીટ પે
હમ સે બૈઠા ન ગયા !’
તડકામાં તપી ગયેલી સીટો ભલભલી એપોઈન્ટમેન્ટો કેન્સલ કરાવી શકે છે ! રાઈટ ?
***
કવિ બિચારા વગર એસીના ભાડાના ઘરમાં બેઠા બેઠા બફાઈ રહ્યા છે ! ઉપરથી એ ઇર્ષ્યા કોની કરી રહ્યા છે ? જરા જુઓ તો ખરા !
‘કિતને ખુશનસીબ હૈં
યે તૂટે દિલ વાલે,
ઇસ ગર્મ મૌસમ મેં ભી
ઠંડી આહ ભર લેતે હૈં !’
***
એવો જ એક સીન લગ્ન સિઝનનો છે. જાન માંડવે પહોંચે છે ત્યારે એમની ઉપર અત્તરનો છંટકાવ થઈ રહ્યો છે… એ વખતે કવિ કહે છે :
યે ઐબ કબ તક છૂપેગી
પરફ્યુમ કે લગાને સે ?
સારે બારાતી આયે હૈં
પસીને મેં નહા કે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment