આપણા ગુજરાતી કવિઓ તો ઉનાળાની આપણી પીડાઓ વિશે કવિતા કરતા જ નથી. બાકી, ઉર્દૂ શાયરોએ તો શાયરી કરી જ હતી ? પછી સ્હેજ ફેરફાર કરી નાંખેલો ! જુઓ…
***
શાયર હસન કમાલે એ દિવસોમાં આ ગઝલ લખી હતી જ્યારે અઠવાડિયામાં બબ્બે દહાડા ‘પાવર-કટ’ રહેતો હતો ! સાંભળો…
‘ચૂપકે ચૂપકે રાતદિન
પંખા હિલાના યાદ હૈ…
હમ કો અબ તક
પાવર-કટ કા વો
જમાના યાદ હૈ !’
***
શાયર રાજેન્દ્ર કીશનને પણ ભરબપોરે જે ધાબાં તપે છે એમાં એમની પ્રેમિકાને મળવાનું ‘પોસ્પોન’ કરવું પડ્યું હતું ! સાંભળો…
‘હમ સે આયા ન ગયા
ઉન સે બુલાયા ન ગયા
ફાસલા ધૂપ મેં ‘ધાબોં’’ કા
મિટાયા ન ગયા !'
***
એક વાર ભરઉનાળે મશહૂર શાયર જીગર મુરાદાબાદી ક્યાંક નમાઝ પઢવા ગયા હતા. ત્યાંથી એમના જૂતાં ચોરાઈ ગયાં ! પછી એમણે શું લખ્યું હતું ? ગૌર ફરમાઈયે…
‘યે સડક નહીં આસાન
ઇતના હી સમજ લિજે
એક આગ કા દરિયા હૈ
ઔર બિના જૂતી કે જાના હૈ !’
***
જાણીતા શાયર ગાલિબની એકવાર એમની પ્રેમિકાના મહોલ્લામાં બહુ બેઇજ્જતી થઈ હતી ! બપોરના સમયે કલાકો સુધી પ્રેમિકાએ દર્શન ના દીધાં, ઉપરથી પરસેવે રેબઝેબ ગાલિબને લોકોએ ધક્કાં મારીને કાઢી મૂક્યા ! તો એમણે લખેલું…
‘નિકલના ટ્રે સે બર્ફ કા
સુનતે આયે થે ગાલિબ
બડે બે-શકલ યું પિઘલકર
તેરે કૂચે સે હમ નિકલે !’
***
અને બોલો, મીર તકી મીર તો આ ઉનાળામાં સાદા પંખાવાળા ઘરમાં ‘વર્ક ફ્રોમ હોમ’ કરતા હતા ! એમની પીડા પણ સાંભળો…
‘ડેટા ડેટા… ગિગા ગિગા…
બાઈટ હમારા જાને હૈ
જાને ન જાને વર્ક હી ન જાને
હોમ તો સારા જાને હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment