એમની જીભે આપણાં નામો !

IPLમાં જે વિદેશી કોમેન્ટેટરો આવે છે એ લોકો આપણા ક્રિકેટરોનાં નામો કેવી ફની રીતે બોલે છે ! સાંભળ્યું છે તમે ?

*** 

મહેન્દ્ર સિંહ ધોની = માહિન્ડ્રા સિંન્ધ ઢોની !
રવિન્દ્ર જાડેજા = રાવિન્ડ્રા જડેજા !
અંબાતી રાયડૂ = આમ્બાટિ રાયાડૂ !
હાર્દિક પંડ્યા = હાર્ડિખ ફાન્ડ્યા !
હર્ષલ પટેલ = હારશાલ ફાટેલ !
લક્ષ્મીપતિ બાલાજી = લાક્શ્મીફાટી બાલાઝી !
રવિચંદ્રન અશ્વિન = રાવિછાન્ડ્રાન આશવીન !
મનીષ પાંડે = માનીશ ફાન્ડેય !
વ્યંકટેશ ઐયર  = વ્યાન્કાટેશ આય્યાર !

*** 

આપણો સચિન તેન્ડુલકર આટ-આટલાં વરસોથી દુનિયાભરમાં ક્રિકેટ રમી આવ્યો છતાં એનું નામ સરખી રીતે બોલતાં શીખ્યા નથી ! કહે છે –
‘શાચિન ટેન્ ડૂલખાર !’

*** 

એક વિદેશી ક્રિકેટર છે. એનું નામ અંગ્રેજીમાં વાંચો તો ‘ફાફ ડુ પ્લેસિસ’ એવું વંચાય છે પણ જો આપણે એવો ઉચ્ચાર કરીએ તો ભૂલ કાઢશે. સાચું છે –
‘ફાઉફ્ દુ પ્લેસીઈ !’ બોલો.

*** 

એ લોકોનાં ‘પીટરસન’માં આપણે ‘પ’ની જગ્યાએ ‘પ’ જ બોલીએ છીએ. પણ આપણા પાર્થિવ પટેલમાં બબ્બે ‘પ’નો ઉચ્ચાર એ લોકો શી રીતે કરે છે ?
‘ફારટિવ ફાટેલ !’
- અલ્યા, ‘ફાટેલ’ એટલે TORN… ફાટી ગયેલું ! સ્હેજ તો ઇજ્જત રાખો ?

*** 

તો પછી પેલા દ.આફ્રિકાના Lungi Ngidiને ‘લન્જી એન્ ગિડી’ કહેવાને બદલે આપણે ‘લુંગી એંગીડી’ કહીએ તો વાંધો છે ?

***
મન્નુ શેખચલ્લી

Comments